ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. સુરતમાં આવેલ પાંડેસરા વિસ્તારની આશાપુર સોસાયટીના વિભાગ-3 માં વર્ષ 2015 માં હત્યાની ઘટના બની હતી. જેમાં આરોપી રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરી મૃતદેહને દિવાલમાં ચણી નાંખ્યો હતો.
ત્યારબાદ આરોપી રાજુ ભરૂચના એક કેસમાં જેલમાં જતો રહ્યો હતો. ત્યારપછી પેરોલ પર છૂટ્યા પછી હાજર થયો ન હતો. મળેલ માહિતીને આધારે પોલીસે પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જેને લીધે પોલીસે દિવાલમાં ચણી દેવાયેલી મૃતદેહના હાડપિંજરને એક્જિક્યુટિવ મામલતદાર, FSL તથા વીડિયોગ્રાફિ કરીને દિવાલમાં ચણી દેવામાં આવેલ હાડપિંજરને બહાર કાઢવામાં આવ્યું હતું.
સંબંધીની જ હત્યા કરવામાં આવી :
પાંડેસરા વિસ્તારમાં આવેલ આશાપુરી સોસાયટીના વિભાગ-3માં ગુનાહિત ઈતિહાસ ધરાવતા રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા ક્યા મુદ્દે કરી એ હજુ તપાસના વિષય છે. જો કે, રાજુએ હત્યા કર્યા પછી કિશનની લાશને દિવાલમાં ચણી દેવામાં આવી હતી. જેને કારણે કોઈને આશંકા ન જાય. જો કે, પોલીસે મળેલ માહિતીને આધારે હાલમાં કુલ 5 વર્ષ પછી કિશનના મૃતદેહને બહાર કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
કિશનનું પરિવાર દોડી આવ્યું :
કિશનની લાશ મળી આવી હોવાની જાણ થતાંની સાથે જ એનો પરિવાર પણ આશાપુરી સોસાયટીમાં પહોંચી ગયો હતો. રાજુ પર દારૂના કુલ 30થી વધુ કેસ છે. રીઢા ગુનેગાર રાજુને હાલમાં પોલીસે પકડી પાડવામાં આવ્યો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.
કુલ 3 ફૂટ ખોદયા બાદ મળી આવ્યો મૃતદેહ :
મૃતદેહને બહાર કાઢનાર શ્રમિક અનિલ બોરસેએ કહ્યું હતું કે, ઘરના રસોડામાં ખાડો ખોદીને દિવાલમાં ચડી દઈને પ્લાસ્ટર ખોદીને કુલ 6 શ્રમિકોએ અંદાજે 3 સતત 2 કલાક ખોદકામ કર્યુ ત્યારે હાડ પિંજર બહાર આવ્યું હતું. એના શરીર પરથી માથુ જુદું થઈ ગયું હતું.
દાદરની નીચે મૃતદેહને ચણવામાં આવ્યો :
દાદરની નીચે ખાલી પડેલ જગ્યામાં એમાં શિવમ ઉર્ફે કિશનનાં મૃતદેહને ચણી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ એના પર પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું હતું. જેથી 5 વર્ષ સુધી મૃતદેહ ત્યાં પડી રહેતા હાડપિંજર થઈ ગયું હતું. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle