Surat police arrested 5 youths for cheating Americans: અમેરિકાના નાગરિકોના ડાર્ક ડેટા મેળવીને લોનની લાલચ આપી છેતરપિંડી કરનાર પાંચ યુવકોની સુરત પોલીસે ધરપકડ(Surat police arrested 5 youths for cheating Americans) કરી છે. મોટા વરાછા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવીને પાંચ જેટલા યુવકો અમેરીકાના નાગરિકો સાથે છેતરપિંડી હાજરી રહ્યા હતા.
લોનના નામે ડેટા મેળવી લીધા બાદ ગિફ્ટ કાર્ડ અને લોનના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના છે તેવું કહીને 50 થી લઈને 500 ડોલર સુધી અમેરિકાના લોકો પાસેથી પડાવી લેતા હતા. સમગ્ર ઘટના અંગે ઉતરાયણ પોલીસને જાણ થતા પોલીસે અચાનક રેડ પાડી હતી. તે દરમિયાન પોલીસે પાંચ લોકોની ધરપકડ તેમજ કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉતરાણ પોલીસને માહિતી મળી હતી કે, મોટા વરાછા વિસ્તારમાં આવેલ ગોપીનાથ સોસાયટીમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલી રહ્યું છે. માહિતી મળતાની સાથે જ પોલીસે સરપ્રાઈઝ ચેક કર્યું હતું, તે દરમિયાન આરોપી અંકિત ભુવા, આશિષ ઇરાસ્ટ્સ, રાહુલ ઉર્ફે ડેવિડ નાયક, ચિરાગ સોજીત્રા અને જયદીપ ગોટીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસે 5 મોબાઇલ ફોન, 4 કોમ્પ્યુટર અને 39,490 રોકડ રકમ સહિત કુલ 2.26 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube