સુરત શહેરમાં કેટલાક સમયથી રીક્ષામાં બેસેલા પેસેન્જરની નજર ચૂકવી તેના કિંમતી માલ સામાન લૂંટી લેવાના કિસ્સાઓ વધી રહ્યા હતા ત્યારે ચોક બજાર વિસ્તારમાં હીરાના વેપારી પોતે રીક્ષા માં બેસી કામ ધંધા થી ઘરે પરત ફરી રહ્યાં હતાં ત્યારે રીક્ષા માં પહેલે થી જ બેસેલી મહિલા અને ત્યાર બાદ અન્ય બે ઈસમો પણ પેસેનજર ના સ્વાગ માં બેસી ગયા હતા અને તેઓ ને બેસેવામાં ફાવતું નહીં હોઈ એવું કહી હીરા વેપારીના ખિસ્સા માંથી લાખો રૂપિયાના હીરા સેરવી લીધા અને ફરાર થઈ ગયા હતા.
હીરા વેપારી ને પોતાના હીરા ગાયબ થતા વેપારી એ ચોક બજાર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી. ચોક બજાર પોલીસ એ ગુનો નોંધી આરોપીની શોધ શરૂ કરી હતી. ચોક બજાર પોલીસએ નજીકમાં લાગેલા સીસીટીવી ના આધારે અને બાતમીદારો ને એક્ટીવ કરી આરોપીને શોધવા આરોપીને શોધવા ના પ્રયાસો કરી રહ્યા હતા. પોલીસએ 70 થી વધુ સરકારી સીસીટીવી અને 200 થી વધુ ખાનગી સીસીટીવી ચકાસીયા બાદ પોલીસ ને સ્ટેશન રોડ પાસે લાગેલા એક સીસીટીવી માં આ રીક્ષા જોવા મળી હતી.
cctv ફૂટેજના આધારે ચોકબજાર પોલીસે મહિલા સહીત 2 ઇસમોને ઝડપી પાડયા છે. ઝડપાયેલી આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર ગુલામ હુસેન પટેલ અગાઉ રેલવેમાં પીક પોંકેટીંગના ગુનામાં ઝડપાયો છે. આ ઉપરાંત, તેની સાથે ઈકબાલ હજરત સલ્લાઉદીન પટેલ, મોઇન યુસુફ શેખ, સુંમૈયા અયુબ પટેલની પોલીસે ધરપકડ કરી ચોકબજાર પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરીને પોલીસે તેઓની પાસેથી 1.06 લાખની કિંમતના હીરા કબજે કર્યા હતા. આરોપીની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ગત 25 મેના રોજ આરોપીઓએ વેડરોડ સરદાર હોસ્પિટલની સામે શાકભાજીની લારી પર ખરીદી કરી રહેલા એક વ્યક્તિના ખીસ્સ્સામાંથી 15 હજારની કિમતનો એક મોબાઈલ ફોન પણ લઇ લીધો લીધો હતો.
સુરતમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ, મહિલા સહિત બેની ધરપકડ #સુરત #Surat pic.twitter.com/Buci5tZWuX
— Trishul News (@TrishulNews) May 31, 2021
અત્રે ઉલેખનીય છે કે, અઠવાડીયા પહેલા સવારે ડભોલી ચાર રસ્તાથી રીક્ષામાં મહિધરપુરા હીરાબજારમાં જવા નીકળેલા જહાંગીરપુરાના પ્રૌઢ હીરાદલાલ હીરાભાઈ રવજીભાઈ કળથીયાને બરાબર બેસતા ફાવતું નથી કહી આગળ પાછળ બેસાડી રીક્ષા ચાલક-મહિલા પ્રવાસી સહિત ત્રણ પ્રવાસી નજર ચૂકવી રૂ.1.06 લાખના હીરા સેરવી રસ્તામાં ઉતારી ફરાર થઈ ગયા હતા. ગભરાયેલા હીરાભાઈએ તે સમયે ફરિયાદ કરી નહોતી. જોકે, સગાસંબંધીઓ સાથે ચર્ચા કર્યા બાદ તેમણે ચોકબજાર પોલીસ મથકમાં રીક્ષા ચાલક-મહિલા પ્રવાસી સહિત ત્રણ પ્રવાસી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલો આરોપી ગુલામ અગાઉ બે વખત વલસાડ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં, ડીંડોલી પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના ગુનામાં અને રેલ્વે પોલીસ મથકમાં ચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. જ્યારે ઝડપાયેલી મહિલા સુમૈયા રાંદેર પોલીસ મથકમાં મારામારીના ગુનામાં ઝડપાઈ ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.