હાલમાં સુરતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેવી રીતે એક મહિલા ટ્રાફિકનો નિયમ(Motor Vehicle Act 2019) ભંગ કરવા પર દંડ ભરવાની રકમથી બચવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી રહી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. આ મહિલા જાહેરમાં પોલીસ કર્મચારીને ગાળો પણ ભાંડતી જોવા મળી છે.
વિડીયો માં દેખાય છે તે ઘટના સુરતમાં બની હતી. આજે ટ્રાફિક પોલીસે એક મહિલાને રોકી હતી, કારણ કે તેની કાર પર બ્લેક ફિલ્મ લાગી હતી. ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોવાથી ટ્રાફિક પોલીસે મહિલાને દંડ ભરવાનું કહ્યું હતું. જેથી દંડની રકમ ભરવાથી બચવા માટે મહિલાએ જાહેરમાં નોટંકી શરૂ કરી હતી. એટલું જ નહિ, આ મહિલાએ જાહેરમાં પોલીસ સાથે મારામારી કરી હતી. તેણે પોલીસ કર્મીને ગાળો પણ આપી હતી.
મહિલાએ દંડ ભરવાથી બચવા માટે રોડ પર ભારે નોટંકી કરી હતી. તેમજ પોતે પીડિત છે તેવુ બતાવવા માંગતી હતી. પહેલા તો પોલીસ કર્મચારી સાથે બબાલ અને મારામારી કર્યા બાદ મહિલા બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારે આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.