પહેલાના જમાનામાં મોટાભાગે બોલવામાં આવતી કહેવત ‘અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા’ આજે હવે સુરત શહેરમાં સાર્થકતા થઈ હોય તેવું એક કિસ્સામાં જોવા મળી રહ્યું છે. હાલમાં સોશ્યલ મીડિયામાં એક વિડીયો ખુબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો વરાછા કે કતારગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિડીયોમાં જોય શકાય છે કે, એક બાળકની ગરીબી અને મજબૂરીનો ‘લાભ’ ઉઠાવતી પાલિકાની દંડ ટીમે માનવતાને મારી નાંખી છે. રસ્તા પર લારી (Lari viral video) ચલાવીને પેટિયું રળવું તે કાયદાની કઈ કલમ હેઠળ ગુનો છે તે સાબિત કરવામાં સેકન્ડો પણ વેઠતા પાલિકાના અધિકારીઓએ રોજના 400 રૂપિયા ન કમાઈ શકતા એક ગરીબ બાળકને 400 (400 Rs Fine)રૂપિયાનો મસમોટો દંડ ફટકારી દીધો.
હાલમાં સોશ્યલ મીડિયા ઉપર આ ઘટનાનો એક વિડીયો ખુબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જોકે, વીડિયો જ્યાંનો પણ હોય પરંતુ આ વિડીયો અંગ્રેજ હકૂમતની યાદ અપાવે છે. પાલિકાના દંડના કારણે લાલચોળ થયેલો બાળક જ્યારે પોતાની આંખમાંથી પાણીની જેમ આંસુડા સારે છે ત્યારે લોકોની માનવતા જાગી ઉઠે છે. આ વીડિયો જોઈને સાશકો પણ કદાચ દ્રવી ઉઠશે.
સમગ્ર ઘટના વિશે મળતી માહિતી અનુસાર, SMCના અધિકારીઓ દ્વારા લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવવા પેટિયું રળતા 15 વર્ષના બાળકને 400 રૂપિયાના દંડની સ્લિપ પકડાવી દેવામાં આવે છે. જેનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રડતા બાળકને લોકોએ સધિયારો આપીને દંડ કરનારનો વીડિયો શૂટ કરતાં અધિકારીઓ નાસી જાય છે. સાથે જ વીડિયો ઉતારનાર લોકોને જાગૃત થવા અપીલ કરતો જોવા મળે છે.
વાઈરલ થઈ રહેલ આ વિડીયોમાં બાળક રડતા રડતા કહે છે કે, દંડ નહીં ભરું તો લારી ઉઠાવી જશે. ગુસ્સે ભરાયેલો એક રાહદારી ખિસ્સામાંથી 500 રૂપિયાની નોટ કાઢીને કહે છે કે બેટા લઈલે અને દંડ ભરી આપજે. જોકે, બાળકની ખુદ્દારી એવી કે તેણે પૈસા ન સ્વીકાર્યા. જાગૃત વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવી રહેલા વીડિયોમાં સ્થાનિકો કહી રહ્યા છે કે, ગઈકાલે પણ અહિં અધિકારીઓ આવ્યા હતા અને 800 અને 400 રૂપિયાની સ્લિપ આપી ગયા હતાં. આ લોકોને ધંધો કરવો અઘરો થઈ ગયો છે. શાકભાજી અને ફ્રૂટની લારીઓ ચલાવતા સામાન્ય લોકોને થતાં દંડની કાર્યવાહી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
વીડિયો ઉતારનાર જાગૃત યુવકે રડતા બાળકને દંડના 400ની જગ્યાએ 500 રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો તો બાળકે એ લેવાની ના પાડી દીધી હતી. સાથે જ બાળકે એ રૂપિયા કમાઈ લેવાનો નિર્ણય કર્યો હતો. જેથી વીડિયો ઉતારનાર અને સ્થાનિક લોકોએ પણ તેની ઈમાનદારીને બિરદાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle