સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીમ દરમિયાન અમલમાં મુકાયેલ રાત્રી કર્ફ્યું બાદથી ચોરીની ઘટનામાં સતત વધારો થવાં જઈ રહ્યો છે. રાજ્યના સુરત શહેરમાંથી પણ સતત ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે કોરોનાને લઈ રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, ત્યારથી તસ્કરોને જાણે મજા આવી ગઈ છે.
કારણ કે, રાત્રિ પડતાની સાથે જ લોકો પોતાના ઘરમાં જતા રહે છે તેમજ તસ્કરો ગાડીઓની ચોરી કરીને ભાગી જાય છે. જો કે, બાઈક ચોરીની એક ઘટના CCTVમાં કેદ થઈ જતા પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતો હોવાને લીધે રાત્રિ કર્ફયૂ લાદવામાં આવ્યો છે.
આ કર્ફ્યૂનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે. કારણ કે, કર્ફ્યૂ લાગતાંની સાથે જ લોકો પોતાના ઘરમાં જતા રહે છે તેમજ પોલીસ પણ રસ્તા પરથી ગાયબ થઇ જાય છે ત્યારે આ તકનો લાભ લઈને તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ગતરોજ શહેરના સિંગણપોર વિસ્તારમાંથી ચોરીની એક ઘટના સામે આવી છે.
સિંગણપોર ગામનાં એક મકાનમાં રહેલ હાઈટેક સ્પોર્ટ્સ બાઇક તસ્કરો ચોરી કરવાના ઇરાદેથી આવ્યા હતા. આ બાઇક ચોરીનો લાઇવ વીડિયો CCTVમાં કેદ થયો હતો. જો કે, બાઇક માલિકની ફરિયાદને આધારે પોલીસ દ્વારા ગુનો નોંધીને સ્પોર્ટ્સ બાઇકનાં ચોરોને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
જો કે, સતત આવી ઘટનાઓ શહેરમાં બનતી રહેતી હોય છે ત્યારે પોલીસ રાત્રિ કર્ફ્યૂમાં વ્યસ્ત હોવાને લીધે તસ્કરોને જાણે મજા પડી છે. હાલમાં શહેરમાં કોરોનાના કેસ સતત વધતાં જઈ રહ્યા છે. તસ્કરોની આવી હરકતોને લીધે પોલીસ પણ બદનામ થઈ રહી છે. જો કે, આ ઘટના બન્યાં પછી પોલીસે ગુનો તો નોંધ્યો છે પણ જ્યાં સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે ત્યાં સુધી પોલીસની સાથે જ લોકોએ પણ ચેતવું જરૂરી બનું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.