રવિવારે રાતે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સરસ્વતી આવાસમાં છતના પોપડા પડતા 8 મહિનાની બાળકીનું મોત થતા આખા વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. આ ઘટનામાં સિયા પ્રદીપ ખાંડે નામની 8 મહિનાની બાળકીનું મોત થયું છે. તેમણે બાળકીની લાશ સ્વીકારવાની ના પાડી દીધી છે. બાળકીને ન્યાય ન મળે ત્યાં સુધી પરિવાર લાશ નહીં સ્વીકારે.
સરસ્વતી આવાસ રી ડેવલપમેન્ટમાં ફરી બનાવી આપવા માંગ કરી છે. ચોમાસાની ઋતુ શરુ થતા શહેરમાં જર્જરિત ઈમારતો પડવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે શહેરમાં જર્જરિત આવાસમાં સ્લેબનો પોપડો પડતા એક માસુમ બાળકીનું મોત થયું છે.
પાંડેસરા ભેસ્તાનમાં આવેલ આવાસમાં પરિવાર સૂતો હતો તે જ સમયે સિલિંગના પોપડા તૂટી પડતા માતા-પિતા અને માસૂમ ઘાયલ થયા હતા. જેમાં માસુમ બાળકી સિયા ખાંડેને સિવિલમાં લાવવા બાદ ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. આવાસમાં વારંવાર પોપડા પડવાની ઘટના બાદ પાલિકાના અધિકારીઓના લીધે માસુમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે. માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. પણ દીકરીના મોતથી પરિવારમાં શોક છવાય ગયો છે.
મળતી માહિતી અનુસાર, રાત્રે અચાનક પોપડા ધડાકાભેર તૂટી પડતા માતા-પિતા અને માસુમ બાળકી ગંભીર રીતે ઘવાયા હતા. તમામને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સિયાને મૃત જાહેર કરવામાં આવી હતી. સિયાના પિતા ટેમ્પો ચાલક અને માતા ગૃહિણી છે. આ પરિવાર મૂળ એમપીનો છે.
પાલિકાની બેદરકારીએ માસૂમનો ભોગ લીધો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે, જેને લઈ આવાસની તમામ મહિલાઓ પોસ્ટમોર્ટમ રૂમ પર ભેગી થઈ વિરોધ કર્યો છે. આ દરમિયાન મૃતકના નાનાએ જણાવ્યું હતું કે, ફરિયાદ દાખલ નહિ થાય ત્યાં સુધી બાળકીનો મૃતદેહ અંતિમસંસ્કાર નહી કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.