ગુજરાત સહીત સુરતમાં ત્રણ દિવસ પછી 12મીના રોજ ગણેશ વિસર્જન થનારૂં છે, ત્યારે વિઘ્નહર્તાના વિસર્જનમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનિય ઘટના ન બને તે માટે શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનર અને ગણેશ ઉત્સવ સમિતી દ્વારા એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં વિસર્જન યાત્રામાં એસઆરપીની ટુકડીઓથી લઈને સીસીટીવી સહિતની નજર રહેશે અને બંદોબસ્ત અંગે માહિતી આપવામાં આવી હતી.
તાપીમાં વિસર્જન નહીં થવા દેવાય
સતીશ શર્મા ના નિવૃત થયા બાદ ઈન્ચાર્જ પોલીસ કમિશનરે જણાવ્યુંહતું કે, તાપી નદીમાં વિસર્જન નહીં થવા દેવામાં આવે. દરેકને રૂટ ફાળવી દેવામાં આવ્યાં છે. આયજકો રૂટ પ્રમાણે વિસર્જન પક્રિયા હાથ ધરવા આદેશ કરવામાં આવ્યાં છે. શહેર પોલીસના પર્સનલ કેમેરામેનો પણ વિસર્જન અને અન્ય રૂટ પર ગોઠવવામાં આવશે. સમિતીએ કહ્યું હતું કે, 17 હજાર જેટલા ગૌરી ગણેશનું વિસર્જન થઈ ચુક્યું છે. સાથે જ ગણેશ વિસર્જનમાં 70 હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.ગણેશ વિસર્જન પર સેફ સીટી પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે.
તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો
તાજીયા અને ગણેશ વિસર્જનની માહિતી આપતાં જણાવ્યું હતું કે, તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. સેન્ટ્રલ ગ્રીન ટ્રીબ્યુલના આદેશોનું પણ અમલ કરી શકીશું તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી વર્ષથી લિંબાયત વિસ્તારના તાજીયા તે જ વિસ્તારમાં ઠંડા કરે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે તમામની સહમતી સધાઈ છે. સુરતમા ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 27 તાજીયાનો ઘટાડો થયો છે. શહેરના રસ્તાઓ પર 229 તાજીયાઓ નીકળશે. કતારગામ વિસ્તારમાં આ તમામ તાજીયા એક જગ્યાએ ભેગા થશે, જે અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરતમાં નાની મોટી મૂર્તિ મળી કુલલે 70 હજાર ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે બે દિવસ બાદ ગણેશ વિસર્જન કરવામાં આવશે. જેને લઈ ને તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. 4 ફૂટ કે તેથી મોટી મૂર્તિઓ નું ડુમસ કે હજીરા વિસર્જન કરાશે. આ ઉપરાંત નાની મૂર્તિઓનું જે તે વિસ્તારમાં ઉભા કરાયેલા કૃત્રિમ તળાવ માં વિસર્જન કરાશે. વિસર્જન ને લઈ સુરત માં 2 જેસીપી, 1 એડી.સીપી, 14 ડીસીપી, 26 એસીપી, 62 પીઆઇ, 281 પીએસઆઇ, 2800 પોલીસ કોન્સ્ટેબલ, 3850 હોમગાર્ડ, 8 એસઆરપી કંપની, 2 આર.એ.એફ તથા 1500 ટીઆરબી જવાન બંદોબસ્ત માં તૈનાત રહેશે. આ સાથે તમામ વિસર્જન રૂટ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે , જેનું સિધુ મોનિટરીગ કંટ્રોલ રૂમ થી કરવામાં આવશે. આ સાથે પબ્લિક માં બોડી કેમ પોલીસકર્મી રાખવામાં આવશે.