સુરત: 13 દિવસથી ગુમ દીકરાની લાશ ઘરની ટાંકામાંથી મળતા, પરિવારમાં છવાયો શોકનો માહોલ

સુરત(ગુજરાત): કોરોના (Corona) મહામારી બાદ સમગ્ર રાજ્યમાં હાલ આપઘાત(Suicide)ના કેસમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ તો કોઈ માનસીક રીતે પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ ઉપરાંત, ધીમે ધીમે લોકો મહામારીના કપરા સમયમાંથી બહાર આવી રહ્યા છે. પરંતુ, હજુ પણ કેટલાક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજે સુરત(surat) જિલ્લાના બારડોલી(bardoli) તાલુકામાં વધુ એક યુવાને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવ્યો છે. પોલીસ(police) દ્વારા સ્થળ પર પહોંચી મામલો હાથમાં લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામમાં એક યુવાનની લાશ પાણીના ટાંકામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે મહેનત બાદ યુવાનના મૃતદેહને પાણીની ટાંકામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવાને આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી પોલીસ દ્વારા આપઘાતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, મૃતક રાજુભાઈ બોઘાણી 5 સપ્ટેમ્બરથી ગુમ હતો. આ અંગે પરિવાર દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસ અને પરિવાર યુવાનને છેલ્લા 13 દિવસથી શોધી રહ્યા હતા. આજે વહેલી સવારે પાણીમાં દુર્ગંધ આવતા પરિવારે ઘરની છત પર રાખેલી પાણીની ટાંકી ચેક કરતા દીકરાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ જોઈ પરિવારને ખુબ જ આઘાત લાગ્યો હતો. પોલીસને આ મામલે જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. સાથે આજુ બાજુ રહેતા પાડોશીઓના પણ ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. ટાંકાનું ઢાંકણું નાનું હોવાથી મૃતદેહ બહાર કાઢવો મુશ્કેલ હતો. જેથી પોલીસ દ્વારા પાણીની ટાંકી કાપીને ખુબ જ મહેનત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ અંગે વધુમાં મળતી માહિતી મુજબ, મતક યુવાન મઢી ગામના બજારમાં રાજ ઈલ્ક્ટ્રીક નામની મોબાઈલ રીપેરીંગની દુકાન ચલાવતો હતો. 5 સપ્ટેમ્બરે બપોરે 2:45 વાગ્યે કોઈને જાણ કર્યા વગર અચાનક નીકળી ગયો હતો. ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસને જાણ કરી તમામ સગાસંબંધીઓ મિત્રો વગેરે જગ્યાએ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જે દીકરાને 13 દિવસથી પરિવાર શોધી રહ્યો હતો તેનો મૃતદેહ ઘરના જ પાણીના ટાંકામાંથી મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઉપરાંત, મોત પાછળનું રહસ્ય હજુ જાણવા મળ્યું નથી. પરંતુ, યુવાને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. જેથી હાલ પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *