ધારાસભ્ય કુમાર કાનાણી આકરા પાણીએ, SMCને આપ્યું સાત દિવસનું અલ્ટિમેટમ- કહ્યું આ સમસ્યાનો હલ લાવો નહિતર શરુ થશે આંદોલન

સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં ખાડીની સમસ્યા અંગે હવે સ્થાનિક લોકો લડી લેવાના મૂડમાં છે. સ્થાનિક લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો સાત દિવસની…

સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં ખાડીની સમસ્યા અંગે હવે સ્થાનિક લોકો લડી લેવાના મૂડમાં છે. સ્થાનિક લોકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો સાત દિવસની અંદર ખાડીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani)ની અધ્યક્ષતામાં આંદોલનની શરૂઆત કરવામાં આવશે. મહત્વનું છે કે આ મામલાને લઈને અગાઉ પણ કુમાર કાનાણી દ્વારા સુરત મહાનગરપાલિકા(SMC)ને પત્ર લખીને ખાડી સમસ્યા સત્વરે ઉકેલવા માંગ કરવામાં આવી હતી અને અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું.

જો વાત કરવામાં આવે તો નાના વરાછામાં આવેલી 40 કરતાં વધુ સોસાયટીના પ્રમુખોની બેઠક મળી હતી. આ બેઠકમાં આંદોલનની રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જો સાત દિવસની અંદર સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. નાના વરાછાની 40 કરતા વધુ સોસાયટીના રહીશો ધારાસભ્ય કુમાર કાનાણીની અધ્યક્ષતામાં આંદોલન કરશે.

ઉલ્લેખનીય છે કે, એક બાજુ સુરત શહેર સતત ત્રીજા વર્ષે ક્લીન સિટી નો એવોર્ડ જીતી રહ્યું છે. તો બીજી બાજુ વરાછાના ખાડી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓ ગંદકીનું સામ્રાજ્ય બની ગઈ છે. સ્થાનિક લોકો દુર્ગંધ, ગંદકી અને મચ્છરના ત્રાસથી કંટાળી ગયા છે. વર્ષોથી અનુક રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ તેની સમસ્યાનું કોઈ નિવારણ આવ્યું નથી.

ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખતા જણાવ્યું હતું કે, મારા વિસ્તારમાં આવેલ ખાડીના કિનારા પર અસંખ્ય સોસાયટીના લોકો મચ્છર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. વર્ષોથી આ પ્રશ્ન બાબતે વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ. પરંતુ ખાડીને આ ત્રાસ માંથી લોકોને મુક્ત કરવા કોઈ ઝડપી અને નક્કર કામગીરી થયેલ નથી અને વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરી નો રિપોર્ટ પણ આપવામાં આવતો નથી.

કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ ચાલુ છે. થઈ જશે. પણ કામ થતું નથી અને લોકો કંટાળી ગયેલ હોય, અસંખ્ય સોસાયટીના લોકો દ્વારા મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરેલ છે. અને જો પ્રશ્ન હલ ન થાય તો જન આંદોલન કરવાની ધમકી પણ આપેલ છે. તો આ પ્રશ્ન તાત્કાલિક હાલ કરવા મારી માંગણી છે અને જો લોકો જન આંદોલન કરશો તો ના છૂટકે મારે પણ આ જન આંદોલનમાં જોડાવું પડશે.

મહત્વનું છે કે દેશના નંબર વન ક્લિનસીટી બનવા માટે સુરત શહેરના તંત્ર દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી તેથી આ વખતે સુરત શહેર ઈન્દોરને પછાડીને દેશનો નંબર વન ક્લીન સીટી બનશે એવી આશા હતી પરંતુ નિરાશા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *