સુરત: યુવકને રસ્તે જઈ રહેલ મહિલાની છેડતી કરવી પડી ભારે, રણચંડીએ માર્યો ઢોર માર -જુઓ વિડીયો

રાજ્યમાં અવાર-નવાર મહિલા કે યુવતીઓની છેડતીની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ ઘટના સામે આવી છે. સુરત ના સરથાણા વિસ્તારમાં…

રાજ્યમાં અવાર-નવાર મહિલા કે યુવતીઓની છેડતીની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ ઘટના સામે આવી છે. સુરત ના સરથાણા વિસ્તારમાં રસ્તે જઈ રહેલ એક યુવકને મહિલાની છેડતી કરવી ભારે પડી ગઈ હતી. કારણકે, આ મહિલા રણચંડીકા બનીને આ યુવકને લોકોના ટોળામાં માંથી યુવકના ગળામાં દુપટ્ટા વડે ઘસડીને એક તરફ લઈ જાય છે એને બરાબરનો મેથી પાક આપી રહી છે.

હાલમાં આ વીડિયો સોશલ મીડિયામાં ખુબ જ વાઇરલ (Viral video of surat) થઈ રહ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક જગ્યા પર મજૂરી કામ માટે મોટા પ્રમાણમાં સવારના સમયે મજૂરો કોઈ એક જગ્યા પણ ભેગા થતા હોય છે. ત્યારે મજૂરી માટે ઉભેલા એક યુવાન સામે એક મહિલા આવે છે અને આ યુવાને રૂમાલ ગાળામાં નાખીને ઘસડીને એક બાજુ લઇ જાય છે અને ત્યાર પછી આ મહિલા યુવકે માર પણ મારે છે.

સમગ્ર ઘટના રોડ વચ્ચે બનતા ઘટના સ્થળે ટૂંક સમયમાં લોકોનું ટોળું ભેગું થઇ જાય છે. જોકે, પહેલા કોઈને ખબર પણ ન પડી કે, મહિલા યુવકને કયા કારણોસર માર મારી રહી છે પરંતુ ત્યાર પછી મહિલાના જણાવ્યા પછી ખબર પડે છે કે, માર ખાનાર યુવકે આ મહિલાની છેડતી કરી હતી. જેના કારણે મહિલા રણચંડી બનીને આ યુવાનને બરાબરનો માર મારી રહી હતી.

ઘટના સ્થળે ભેગા થયેલ લોકોમાંથી કોઈ એક વ્યક્તિએ મોબાઈલમાં સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જોકે આ ઘટના જોનારા લોકો મહિલાની હિમ્મત જોઈને દંગ રહી ગયા હતા. નવા ભારતમાં મહિલાઓનું સશક્તિકરણ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *