લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે વાક્યુદ્ધ છેડયું હતું. જેમાં અશોક ગેહલોતે કહ્યું હતું કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ મળે છે. એક અઠવાડિયા અગાઉ પણ ફરીથી આ વિવાદ ચર્ચામાં આવ્યો હતો. જયારે સૌરાષ્ટ્રના એક વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ટેન્કરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે સુરતના યુવાનો ના એક જૂથે પોતાના જન્મદિવસ માં બિયરની છોળો ઉડાવીને સુરત પોલીસ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ની આબરૂના લીરે લીરા કરી નાખ્યા છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા થોડા મહિનાઓ અગાઉ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતુ, જેમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી અને તલવારથી કેક કાપવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. પરંતુ આ જાહેરનામાની અસર જાહેર જનતા કે જન્મદિવસ ઉજવણી કરતા લોકોમાં થઇ ન હોય તેવી રીતે છાશવારે આવા વીડિયો વાયરલ થતાં રહે છે અને વીડિયોના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરતી હોય છે. પરંતુ સુરત પોલીસ આ ફરિયાદો કરવામાં પણ રાજકારણ રમતી હોય તે રીતે કાર્યવાહી કરતી હોય છે.
હાલમાં વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સુનિલ નામનો એક યુવક સુરતના ચોર્યાસી તાલુકાના કરવડ ગામમાં પોતાના જન્મદિવસ ઉજવણી માં બે તલવાર બડે કેક કટિંગ કરી રહ્યો છે અને તેની સાથે રહેલા અન્ય યુવક બિયરની છોળો ઉડાવી રહ્યા છે. આપ બિયરની છોળો કદાચ હવામાં ઊડી રહી છે. પરંતુ હાલમાં તો સુરત પોલીસ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ની ઈજ્જત હવામાં ઉડી રહી છે. કારણકે દારૂબંધી બાબતે શેખચલ્લી જેવી વાતો કરતા મુખ્યમંત્રી ફરી એકવાર ખોટા સાબિત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.