સુરતના બે દિવસ પહેલા અડાજણ વિસ્તારના કેબલ બ્રિજ પરથી એક બે મહિનાની તરછોડેલી બાળકી મળી આવી હતી જેમાં એક મહિલા કેબલ બ્રિજ પરથી ચાલતી પસાર થઈ રહી હતી તે સમયે તે મહિલાને તે એક બાળકી રડતી હોય તેવો અવાજ સાંભરવા મળ્યો હતો.
જેથી તે મહિલા બાળકી પાસે જઈને બાળકીને ઊંચકીને શાંત પાડી હતી.જે સમગ્ર ઘટના અંગે મહિલાએ તાત્કાલિક અડાજણ પોલીસનો સંપર્ક કરી પોલીસને ઘટના સ્થળે બોલાવી હતી અને તે મહિલા તે બાળકીને લઈને સુરત ની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા.
ત્યાં બાળકીને સારવાર આપતા બાળકી સ્વચ્છતા છે જે ઘટના અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે જે બાળકીના માતા પિતા કોણ છે જેની યોગ્ય તપાસ કરી શોધખોર ચાલુ કરી દેવામાં આવી છે. જે સમગ્ર ઘટના અંગે ઉદ્યોગપતિ મહેશ સવાણીને ખબર પડતા તે બાળકીને તમામ પ્રકારની જવાબદારી લેવાની તૈયારી બતાવી છે.જેમને વધુમાં કહ્યું હતું કે માતા પિતાએ પોતાના બાળકોને આવી રીતે કેમ ત્યજી દેવામાં આવતા હોય છે.
જે લોકોને ઘરે સંતાન નથી હોતા તેવા લોકો બાળકો માટે તડપતા હોય છે અને જેમને ભગવાન બાળક આપે છે તે આવી રીતે ત્યજી દેતા હોય છે.જે માતા પિતા આવી રીતે બાળકોને ત્યજી દેતા હોય છે તેમને જાહેરમાં લાવીને કડક માં કડક પગલાં લેવા માટે તેમને જણાવ્યું હતું.
પી પી સૌની ગ્રુપ અનેક બાળકોના પાલક પિતા બન્યા છે જેમને માતા પિતા નથી જે દીકરી બીમારીથી પીડાઈ રહી છે તેવી દીકરીઓની પણ પી પી સવાણી ગ્રુપ ખુબજ ધ્યાન રાખતું હોય છે.મહેશ સવાણીની સેવા કાર્યને સલામ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.