સુરતના એક્શન ચાચા પાસે ડોલી ચા વાળો પણ પડશે ઝાંખો: વિડીયોમાં જુઓ કાકાની ચા બનાવવાની હટકે સ્ટાઇલ…

Action Chaiwala: આપણા દેશના મોટાભાગના રાજ્યો અને શહેરોમાં ચાના પ્રેમીઓની કોઈ કમી નથી. જેના કારણે શહેરોમાં ચાની દુકાનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જ્યારથી…

Action Chaiwala: આપણા દેશના મોટાભાગના રાજ્યો અને શહેરોમાં ચાના પ્રેમીઓની કોઈ કમી નથી. જેના કારણે શહેરોમાં ચાની દુકાનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જ્યારથી બિલ ગેટ્સે ડોલીના હાથની ચા પીધી છે ત્યારથી ડોલી સોશિયલ મીડિયા(Action Chaiwala) પર અલગ જ મૂડમાં છે. ડોલી એક પ્રકારનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બની ગયો છે. પરંતુ સુરતમાં એક ચા વાળનો વિડીયો વાયરલ થયો જે ચામાં કોથમીર નાખતો જોવા મળે છે.

કોથમીરવાળી ચાનો વિડીયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ રસ્તાના કિનારે પોતાના સ્ટોલ પર ચા બનાવતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેની પદ્ધતિ એકદમ અલગ છે. અત્યાર સુધીમાં તમે આદુ કે એલચીવાળી ચા પીધી હશે. પરંતુ આ વ્યક્તિ પોતાની ચામાં કોથમીર નાખતો જોવા મળે છે. આટલું જ નહીં, ચા બનાવવા દરમિયાન આ વ્યક્તિ કંઇ પણ બોલ્યા વગર ગજબની એક્શન કરતો જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં તેને સુરતના એક્શન ચાયવાલા તરીકે દર્શાવવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Food Ke Flavors (@foodkeflavors)

લોકોને આ વિડીયો જોઈને નવાઈ લાગી
હાલમાં બજારમાં એક નવી પ્રકારની ચા આવી છે.મોટાભાગના લોકોને ચા પીવી ગમે છે. ત્યારે આ કોથમરીવાળી ચાનો વિડીયો વાયરલ થતા લોકોને પણ ભારે નવાઈ લાગી.હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

એક્શન ચાવાળા નો વિડીયો વાયરલ
આટલું જ નહીં, ચા બનાવવા દરમિયાન આ વ્યક્તિ કંઇ પણ બોલ્યા વગર ગજબની એક્શન કરતો જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં તેને સુરતના એક્શન ચાયવાલા તરીકે દર્શાવવામાં આવ્યો છે.આ વીડિયોને Instagram પર Foodkeflavors નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 3.5 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ લોકોએ પણ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું- ચામાં કોથમીર કોણ નાખે છે? અન્ય યુઝરે લખ્યું- અરે દાદા, તમે ચા બનાવી રહ્યા છો કે શાક, કોથમીર, મરચું, ટામેટા ઉમેરો.