કન્યાના ઘરે ગણેશ સ્થાપન, વરના ઘરે મોતનું માતમ: રાપર પાસે ત્રણ બાઇક ધડાકાભેર અથડાતાં વરરાજાનું દુઃખદ મોત

Kutch Accident: કચ્છમાં ખુબ જ દુઃખદ અને કરુંણ સમાચાર સામે આવ્યા છે. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં. વલ્લભપર ગામ તરફ જતા માર્ગે એકસાથે ત્રણ બાઇક ધડાકાભેર…

Kutch Accident: કચ્છમાં ખુબ જ દુઃખદ અને કરુંણ સમાચાર સામે આવ્યા છે. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં. વલ્લભપર ગામ તરફ જતા માર્ગે એકસાથે ત્રણ બાઇક ધડાકાભેર ટકરાઈ હતી, જેમાં સોમાણી વાંઢના ઓરતા ભર્યા રાજુભાઇ બચુભાઇ સોમાણી નામના યુવકનું(Kutch Accident) ઘટનાસ્થળે જ કમાટીભર્યું મોત નીપજ્યું છે, જેના પાંચ દિવસ બાદ જ લગ્ન હતા.ત્યારે આ યુવકના મોતના પગલે તેનો પરિવાર સુજ્બુજ ખોઈ બેસી ઘેરા શોકમાં ગરકાવ થયો છે.

બે બાઇક સામસામે ધડાકાભેર અથડાઈ
આ ગોઝારી ઘટના અંગે મળતી માહિતી મુજબ, આજે સવારે 10થી 11 વાગ્યાના અરસામાં રાપર તાલુકાના વલ્લભપર ગામથી અડધો કિલોમીટર દૂરના માર્ગે બે બાઇક સામસામે ધડાકાભેર અથડાઈ હતી.જે બાદ એજ ક્ષણે અન્ય એક બાઇક પણ બાઇકો સાથે ધડાકાભેર ટકરાઈ પડી હતી. અકસ્માતના પગલે જોરદાર અવાજ બાદ બાઇકસવાર ઇજાગ્રસ્તોની ચિચિયારીઓથી રસ્તો ગુંજી ઉઠ્યો હતો.

વરરાજાનું દુઃખદ મોત થયું
ઘટનાના પગલે અંદાજિત પાંચ જેટલા લોકોને ભારે ઇજા પહોંચી હતી, એમાં એક પાંચ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. સોમણી વાંઢના 19 વર્ષીય રાજુ સોમાણી પિતરાઈ ભાઈ સાથે રાપર લગ્નપત્રિકા આપવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાતાં તેનું ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે તેની સાથે રહેલા 32 વર્ષીય પિતરાઈ ભાઈ રામજી બાબુ સોમાણીને માથાના ભાગે ગંભીર ઇજાની સારવાર માટે પાટણ ખસેડવામાં આવ્યો છે.

પરિવાર શોકમાં ગરકાવ
આ ગોઝારી ઘટનામાં એક યુવકનો ભોગ લેવામાં આવ્યો છે,આ યુવકના પાંચ દિવસ બાદ લગ્ન હોવાથી તેના ઘરે લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા,જે હવે મરશિયામાં ફેરવાઈ ગયા છે.તો બીજી તરફ જે કન્યાના ઘરે આજે જ ગણેશ સ્થાપનની વિધિ સંપન્ન કરાઈ હતી. કરુણ ઘટનાના પગલે બંને પરિવાર સાથે વાગડ વિસ્તારમાં ગામગીની પ્રસરી ગઈ છે.