વોડકા ને કોરોનાવાયરસ ની દવા જણાવી ચૂકેલ બેલારુસ ના રાષ્ટ્રપતિ એ વધારે એક વિચિત્ર દાવો કર્યો છે. એલેકઝાન્ડરે કહ્યુ કે તેમના દેશમાં કોરોના થી કોઈનું મૃત્યુ થયું નથી અને ન થશે આગળ જતા પણ કોઈ નહિ મળે. જોકે બેલારુસ માં આધિકારીક રીતે કોરોનાવાયરસ થી થયેલ મૃત્યુનો આંકડો બે ડઝનથી વધારે છે.
એટલું જ નહીં કોરોનાવાયરસ ને લઈને એલેક્ઝાન્ડરે કહ્યું છે કે વોડકા પીવા, ટ્રેક્ટર ચલાવવા અને બકરીઓ સાથે રમવાથી આ બીમારી સાજી થઈ જાય છે.
બ્રિટિશ મીડિયામાં એલેકઝાન્ડરને તાનાશાહ કહેવામાં આવે છે. એલેક્ઝાન્ડર પર એ પણ આરોપ છે કેડોક્ટર અને માનવ અધિકાર કાર્યકર્તાઓની ચેતવણીને નજર અંદાજ કરી રહ્યા છે અને વાયરસ ની ગંભીરતાને નથી સમજી રહ્યા. તેનાથી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થઈ શકે છે.
રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડરે lockdown લગાવવાની ના પાડી દીધી છે અને દેશના ૯૫ લાખ લોકોને સંબોધિત કરતા કહ્યું કે આપણે એ દવાઓની શોધ કરી લીધી છે જેનાથી લોકો કોરોનાથી સાજા થઇ જાય છે.
૬૫ વર્ષીય એલેક્ઝાન્ડર 25 વર્ષથી વધારે સમયથી દેશની સત્તા પર છે. જોકે તેમણે વિસ્તારથી નથી જણાવ્યું કે કોઈ દવાઓથી તેઓ ખોરાણા બીમારીને ઠીક કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ તેમણે કહ્યું કે લોકો ડરેલા છે.એટલા માટે જ લોકોને કહ્યું કે દેશમાં કોરોના થી કોઈનું મૃત્યુ નથી થયું.
કોરોનાવાયરસ થી પીડિત લોકોને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર એ કહ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણા દેશમાં વાયરસના કારણે કોઈનું પણ મૃત્યુ થયું નથી. આવું સાર્વજનિક રીતે કહી રહ્યો છું.
રાષ્ટ્રપતિએ મોતના આંકડાઓ સંબંધમાં કહ્યું કે જે લોકોનું મૃત્યુ કોઈ અન્ય બીમારીથી થયું છે જેનાથી તે પહેલેથી જ ઝઝૂમી રહ્યા હતા.રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડરે ત્યાં સુધી દાવો કર્યો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ તેમની સાથે સંમતિ ધરાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news