અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતી સાથે ઓફિસના બોસ દ્વારા તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ઓફિસમાં એકલતાનો લાભ લઇ તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. જેના વીડિયો ઉતારી લીધા હતા બાદમાં તેને બ્લેકમેઈલ કરતો હતો. ખોખરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વર્ષ 2019માં યુવતી દાણીલીમડામાં આવેલી એક કોમ્પ્યુટર ક્લાસીસમાં ટેલિનો કોર્સ શીખવા જતી હતી, ત્યારે તે ક્લાસીસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ મહેતા સાથે યુવતી સંપર્કમાં આવી હતી. યુવતીને ટેલિનો કોર્સ પૂરો થઈ જતાં ભાવેશ મહેતાએ તેને પોતાની ઓફિસમાં એકાઉન્ટન્ટનું કામ કરવાની જેમાં 12 હજાર પગાર અને આવવા જવાનું ભાડુ આપવાની ઓફર કરી હતી. જે બાબતે યુવતીએ ઘરે જાણ કરતાં માતાપિતા ના પડતા હોવાથી ભાવેશ મહેતા એક દિવસ યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને તેના માતાપિતાને તેના સારા ભવિષ્યની લાલચ આપીને નોકરી કરવા દેવા તેના માતાપિતાને મનાવી લીધા હતા.
જુલાઈ મહિનાથી યુવતી સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર આવેલી સોફ્ટવેર કંપનીમાં જોબ કરવા લાગી હતી. બે મહિના સુધી ભાવેશ મહેતાએ તેની પાસે કોઈ જ કામ કરાવ્યું ન હતું. જયારે કોમ્પ્યુટરને લગતા ગ્રાહકોના ત્યાં કોઈ ફરિયાદ હોય તો તેના નિકાલ માટે યુવતીને સાથે લઈને જતો હતો. અને તેની નજીક આવતો હતો. એક દિવસ ભાવેશ મહેતા તેને અલગ-અલગ ગ્રાહકોના ત્યાં લઈ જઈ બપોરના સમયે ઓફિસ આવ્યો હતો. ત્યારે તે કામ કરતી હતી તે દરમિયાન ભાવેશ મહેતાએ ઓફિસનો દરવાજો બંધ કરી યુવતીને સોફા પર સુવડાવી તેની બળજબરીપૂર્વક કપડા ઉતારી દુષ્કર્મ આચર્યુ હતું. યુવતી ભાવેશ મહેતાનાં આ દુષ્કર્મથી ગભરાઈ જતાં બેભાન થઈ ગઈ હતી.
યુવતીને ભાન આવતા તેણે દુષ્કર્મ અંગે માતાપિતાને જાણ કરે તે પહેલા કંપનીના માલિક ભાવેશ મહેતાએ પોતાનાં ફોનમાં તેના નગ્ન ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા હતા અને તે કોઈને વાત કરશે તો બદનામ કરી નાખીશ અને નહી માને તો જાનથી મારી નાખીશે તેવી ધમકી આપી હતી. જેથી તે ગભરાઈ જતા તેણે આ બાબતની કોઈને જાણ કરી ન હતી. જે બાદ ભાવેશ મહેતા અવારનવાર યુવતીની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરતો હતો. જો કે અંતે કંટાળીને યુવતીએ પોતાના માતાપિતાને તેના માલિકના દુષ્કર્મ અંગે જાણ કરતાં ખોખરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. ખોખરા પોલીસે આ ઘટના ગુનો નોંધી આરોપીની શોધખોળ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.