અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી ચોરીની ઘટના દરમિયાન બે મહિના પહેલા ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા ઉકેલવામાં આવ્યો છે. ગ્રામ્ય એલસીબી દ્વારા ચોક્કસ બાતમીના આધારે ચાર આરોપીઓની લાખોના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, પાણીના પાઉચ પરથી આખા ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસે ઝડપેલા આરોપીઓના નામ સદ્દામ હુસેન, મુજમ્મિલ મન્સૂરી, માહિર હુસેન મનસુરી, અબ્દુલસા ફકીર છે. આરોપીઓએ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન હદમાં આવેલા બેકાટેકરી વિસ્તારમાં એક બંધ મકાનને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ સતત બે દિવસ મકાનમાંથી રોકડ તથા સોનાના દાગીના એમ કુલ 10,00,000થી પણ વધુ કિંમતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર મામલે ઘર માલિક દ્વારા ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે, આ ઘટનાની જાણ ગ્રામ્ય એલસીબી થતા પોલીસ તપાસ શરુ કરતા ઘટના સ્થળની નજીક રહેતા સદ્દામ હુસેન મનસુરી ઘરે આ તમામ આરોપીઓ ચોરી ન મુદ્દામાલના ભાગ પાડવા ભેગા થયા હોવાની બાતમી મળતાં પોલીસ દ્વારા ચારેય આરોપીઓને દબોચી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો.
ચોંકાવનારી વાત તો એ છે કે, જે ઘરમાં આરોપીઓ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. તે ઘરમાં થોડાક દિવસ બાદ દીકરીના લગ્ન હતા અને મકાન માલિકને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ બંધ મકાનનો લાભ લઇ ઘરમાં રહેલ દીકરીના કરિયાવરના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
હાલ આખા ગુનાનો ભેદ જે ઉકેલાયો એ પણ એક રસપ્રદ બાબત છે. એલસીબી જ્યારે ઘટના સ્થળ પર તપાસ માટે પહોચી ત્યારે ઘટના સ્થળ પરથી પાણીના અમુક પાઉચ મળી આવ્યા હતા અને આ જ પાણીના પાઉચ ઘટના સ્થળથી નજીકની એક દુકાનમાં પણ વેચાતા હતા. તેથી એલસીબીને શંકા ગઈ હતી કે, આ આરોપીઓ આસપાસના વિસ્તારના જ હોઈ શકે છે.
આ દરમિયાન, બાતમી મળી હતી કે સદામ સહીતના મિત્રો દરરોજ આ દુકાન પર બેસતા હતા. પરંતું, આ ચોરીની ઘટના થયા બાદ તેમણે બેસવાનું બંધ કરી નાખ્યું હતું. જેથી પોલીસ દ્વારા દરેક આરોપીઓ પર વોચ ગોઠવતા ઝડપી લેવામાં આવ્યા હતા. જોકે, આ સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી મકસુદ દિવાન જે હાલ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા મકસુદની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મકસુદની ધરપકડ બાદ હજી વધુ ચોકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.