સુરત ટેક્સટાઈલ માર્કેટનું સૌથી મોટું ઉઠમણું: 100 વીવર્સના 90 કરોડ રૂપિયા બુચ મારીને 26 વર્ષનો ઠગ ફરાર

સુરત(ગુજરાત): હાલ સુરત(Surat)માં ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટ(Global Textile Market)ના વેપારીએ 65 કરોડનું ઉઠમણું કર્યુ હતું. જણાવી દઈએ કે, આ ઉઠમણું 90 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે. આમાં 100થી વધારે વિવર્સોના નાણા ફસાયા છે. ટેક્સટાઈલ માર્કેટમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું ઉઠમણું થયું છે. ટેક્સટાઈલ માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે 65 કરોડ રૂપિયાનું ઉઠમણું થતા ભારે ચર્ચા જાગી છે.

મળતી માહિતી મુજબ, સહારા દરવાજા જૂની બોમ્બે માર્કેટની સામે આવેલી ગ્લોબ ટેક્સટાઈલ માર્કેટમાં છેલ્લાં થોડાં વર્ષોથી ટેક્સટાઈલ ટ્રેડિંગનો વેપારી કરતા ‌26 વર્ષના યુવક દ્વારા ભાગીદારીમાં અલગ અલગ 2 કંપનીઓ શરૂ કરવામાં આવી હતી. જે દોઢ વર્ષથી માર્કેટમાં દુકાન ભાડે રાખી વેપાર કરતો હતો. આ દરમિયાન, વેપારી ગાયબ થતાં ઉધાર કાપડ આપનાર વિવર્સોની મુશ્કેલી વધી ગઈ હતી.

આ અંગે ભોગ બનનાર વિવર્સ જણાવી રહ્યા છે કે, પ્લાન પૂર્વક આ ઉઠમણું કરવામાં આવ્યું છે. હાલ 65 કરોડ રૂપિયાનું ઉઠમણું સામે આવ્યું છે. ભોગ બનનાર અમુક વિવર્સો હજી સામે આવી રહ્યાં નથી. પરંતુ, કુલ 90 કરોડ રૂપિયા સુધીનું ઉઠમણું થયું હોવાનું વિવર્સો જણાવી રહ્યાં છે.

જાણવા મળ્યું છે કે, ઉઠમણામાં 100 વિવર્સોના રૂપિયા ફસાયા છે. વિવર્સો દ્વારા ફોગવાને રજૂઆત કરવામાં આવી છે. હાલ ફોગવા દ્વારા ડોક્યુમેન્ટ ભેગા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉઠમણું કરનાર પાર્ટીની દુકાન ખોલવા માટે પરવાનગી લેવામાં આવશે. ત્યારબાદ ભોગ બનેલા વિવર્સોને ટકાવારી મુજબ માલ આપવામાં આવશે.

ઉઠમણામાં ભોગ બન્યા છે તેવા વિવર્સોઓની અકળામણ ‌‌વધી ગઈ હતી. અમુક વિવર્સો દ્વારા તેમના ઘરે અને તેમના ખાતા પર જઈને તપાસ કરવામાં આવી હતી. પરંતુ, ઉઠમણું કરનાર પાર્ટીએ ઘરનું અને ખાતાનું એડ્રેસ પણ ખોટું આપ્યું હતું. આ ઉપરાંત, ઉઠમણું કરનાર યુવકના પિતાને ફોન કરતાં તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. જે વિવર્સો ઉઠમણાનો ભોગ બન્યા છે તેમની સાથે ફોગવાએ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મળતી માહિતી મુજબ, તમામ પુરાવા ભેગા કરીને હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવશે. ભોગ બનેલા વિવર્સો ફોગવાની આગેવાનીમાં શનિવારે હર્ષ સંઘવીને મળશે. આ અંગે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા જણાવ્યું કે, ‘ઉઠમણું કર્યુ છે તે પાર્ટીના તમામ પુરાવા ભેગા કરવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ જે દલાદ દ્વારા માલ વેચવામાં આવ્યો છે તેમનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *