ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી(Gujarat election 2022)ને માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે. ત્યારે ગઈકાલે મહેસાણા(Mehsana)માં કોંગ્રેસ(Congress)ની જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં ચાલુ સભામાં આખલો ઘુસી આવ્યો હતો. જેથી અફરાતફરી મચી જવા પામી હતી. થોડા દિવસો પહેલાં ભાજપ(BJP)ની સભામાં બે જગ્યાએ સાપ આવ્યો હોવાની ઘટના બન્યા પછી ગઈકાલે મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલાએ આતંક મચાવ્યો હતો, જેને કારણે બુમાબુમ મચી ગઈ હતી. ઘટના બાદ અશોક ગહેલોતે(Ashok Gehlot) કહ્યું , ‘નાનપણથી જોવું છું, કોંગ્રેસની સભામાં ભાજપવાળા માણસની જગ્યાએ ગાયો મોકલી દે છે’.
અત્રે ઉલ્લખનીય છે કે, વિધાનસભા ચૂંટણીને જીતવા તમામ પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે ગઈકાલે મહેસાણામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા ચાલી રહી હતી ત્યારે અચાનક એક આખલાએ એન્ટ્રી મારી હતી જેને કારણે સભામાં દોડધામ મચી જવા પામી હતી. અશોક ગેહલોત ભાષણ કરી રહ્યા હતા. તે દરમિયાન જ આખલાની એન્ટ્રી થઈ હતી. જેને કારણે લોકોમાં બૂમાબૂમ મચી ગઈ હતી.
મહત્વનું છે કે, મહેસાણા શહેરના હીરાનગર ચોકમાં કોંગ્રેસ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જગદીશ ઠાકોર તેમજ પ્રભારી રઘુ શર્મા હાજર રહ્યા હતા.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.