ગુજરાતમાં આ જગ્યાએ તો પેટ્રોલ કરતા પણ મોંઘી મળી રહી છે છાશ! ફોટો વાયરલ થતા જ આવ્યું મીમ્સનું ઘોડાપુર

વાયરલ(Viral): જો વાત કરવામાં આવે તો શાળાઓમાં બાળકોને ઉનાળુ વેકેશન શરૂ થાય એટલે જાણે ફરવાની સીઝન શરૂ થઈ ગઈ હોય તેમ લોકો પરિવાર સાથે અલગ-અલગ જગ્યાએ ફરવા માટે નીકળી જતા હોય છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતના વડોદરા(Vadodara) નજીક કેવડિયા કોલોની(Kevadia Colony)એ આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity) પણ ટૂરિસ્ટો માટે એક પસંદગી અને ફરવાલાયક સ્થળ બનવા પામ્યું છે.

ફેસબુક પર સાગર સાવલિયા નામના યુઝરે દેશી ભાષામાં લખતા કોમેન્ટ કરતા કહ્યું છે કે, 200માં તો આખી થાળી જમી લેવાય, તોય સારૂ છે પ્લેન છાશ હતી આમાં મસાલો નાખ્યો હોત તો, બદલામાં અડધી જાયદાદ લખી આપવી પડી હોત.

યુવા ક્રાંતિ નામના યુઝરે બીલ શેર કરતા જબરો કટાક્ષ કરતા કહ્યું હતું કે, દેશહિતમાં આટલો ફાળો તો જોઇએ જ ને, હવે એમ ન કહેતા કે, 200 વાળી છાસ પીવા ત્યાં ન જવાય.

આટલું જ નહી પણ, અંકિત સદારિયા-પટેલ નામના યુઝરે તો વાત ક્યાંય સુધી પહોંચાડી દીધી, તેણે છાશ માટે સરળ હપ્તે લોન મળશેની જાહેરાત કરતા ગંભીર કટાક્ષ કરવામાં આવ્યો હતો.

H.K. BHALIYA નામના યુઝરે તો આ બીલ શેર કરતા લોકોને સવાલ પૂછી નાખ્યો છે, કે આ છાશ પીવા જેવી ખરી, એક ગ્લાસ છાસનો ટેક્સ પણ અલગથી, આ હોટલ વાલા લોકો એમાં શું નાખતા હશે?

મહત્વનું છે કે, આજકાલ આ કેવડિયા કોલોની એક જુદી જ બાબતને લઈને ચર્ચાનો વિષય બન્યું છે અને સોશિયલ મીડિયા પર જેને લઈને અનેક પ્રકારના મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Minion ♡ (@gujju_minion)

વાત જાણે એમ હતી કે કોઈ પ્રવાસી દ્વરા કેવડિયા ખાતે આવેલ એક હોટલમાં ભોજન કર્યું હતું અને ત્યાર બાદ બીલ જોઈને શું હાલ થયા હશે તે તો તે ભાઈ જ કહી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *