હવે તો જાગો જનતા- કરોડોના ખર્ચે ‘સ્માર્ટ સીટી’ સુરતમાં તૈયાર થયેલા સાઈકલ ટ્રેકનું નામોનીસાન મટી ગયું- વિપક્ષનું પણ ભેદી મૌન

સુરત(Surat): શહેરને સ્માર્ટ સિટી(Smart City) ગણવામાં આવે છે. આ દરમિયાન સ્માર્ટ સિટી મિશન અંતર્ગત બનાવવામાં આવેલો સાઇકલ ટ્રેક(Cycle track) ઇજારદારો માટે ભ્રષ્ટ્રાચાર(Corruption) ટ્રેક બની ગયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સાઇકલ ટ્રેકનો કલર માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં જ નિકળવાનો શરૂ થતા મોટો ભ્રષ્ટ્રાચાર થયો હોવાનું દેખાઈ રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, ટ્રેકની લાયાબિલીટી પિરિયડ 1 વર્ષની છે. પરંતુ માત્ર 3 મહિનામાં જ સાઇકલ ટ્રેકનો કલર નિકળવાનો શરૂ થતા પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. આ મુદ્દે શાસકપક્ષ સાથે વિપક્ષનું પણ ભેદી મૌન છે. શહેરમાં સાઇકલ ટ્રેકનો રંગ ઉડવા મુદ્દે કડક કાર્યવાહી કરવાના બદલે શાસકો વધુને વધુ વિસ્તારોમાં સાઇકલ ટ્રેકને મંજૂરી આપી રહ્યા છે.

સાઇકલ ટ્રેક બનાવવાના 42.85 લાખના કામને મંજૂરી અપાઇ:
જાણવા મળ્યું છે કે, ગુરુવારના રોજ સ્ટેન્ડીંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઉધના ઝોન-બી કનકપુરના વિવિધ વિસ્તારમાં ડામર તથા સીસી રોડ પર સાઇકલ ટ્રેક બનાવવાના રૂા.42.85 લાખના કામને મંજૂરી અપાઇ હતી. સુરત મહાનગર પાલિકાએ શહેરમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 75 કિલોમીટરથી વધુનો સાઇકલ ટ્રેક તૈયાર કર્યો છે. શહેરમાં નેશનલ સ્માર્ટ સિટી સમિટ એપ્રિલ મહિનામાં યોજાઇ હતી.

શહેરમાં બનાવવામાં આવેલા સાઇકલ ટ્રેકમાં વેઠ ઉતારવામાં આવી:
શહેરમાં યોજવામાં આવેલ બેઠકમાં દેશભરના વિવિધ શહેરોના ડેલીગેટસ સુરત આવ્યા હતા. આ દરમિયાન રાતોરાત શહેરમાં બનાવવામાં આવેલા સાઇકલ ટ્રેકમાં વેઠ ઉતારવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. માત્ર ત્રણ મહિનામાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં સાઇકલ ટ્રેકનો કલર નિકળવાનો શરૂ થઇ ગયો છે. આવી જ હાલત રહી તો થોડા સમયમાં શહેરના રસ્તા ઉપરથી સાઇકલ ટ્રેક જ અદ્રશ્ય થઇ જશે. અહિ વેઠ ઉતારી હોય તેવું સાફ જણાઈ રહ્યું છે.

કોન્ટ્રાક્ટરને રિપેરિંગ માટે નોટિસ અપાઈ છે:
માત્ર ત્રણ મહિનામાં જ સાઇકલ ટ્રેકનો કલર નિકળવાનો શરૂ થઇ જતા આ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને પગલે કોન્ટ્રાક્ટરને રિપેરીંગ માટે નોટીસ ફટકારવામાં આવી છે. પેમેન્ટ હાલ અટકાવ્યું છે. આ અંગે ઉધના ઝોનના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિએ જણાવ્યું છે કે, રિપેરીંગ કોન્ટ્રાક્ટર (contractor)ના ખર્ચે કરવામાં આવશે. તેમજ આ અંગે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. કેટલા રૂપિયાના ખર્ચે સાઇકલ ટ્રેક બન્યો છે તે હાલ માહિતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *