રાજ્યમાં અવારનવાર પોલીસની સરાહનીય કામગીરીની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક ઘટના સામે આવી રહી છે. શહેરમાં પોલીસે પરિસ્થિતિની ગંભીરતાને સમજી સમયસૂચકતા દાખવીને એક મહિલાને આપઘાત કરતા જીવ બચાવ્યો હતો.
શુક્રવારની રાત્રે 8.05 વાગ્યે 18 વર્ષીય દીકરીએ પોલીસ કન્ટ્રોલ રૂમનો 100 નંબર ડાયલ કરીને ધ્રુસકે ધ્રુસકે રડતા કહ્યું કે, ‘મારી મમ્મીએ રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે, તે આપઘાત કરી લેશે એટલે પ્લીઝ તેને બચાવી લો.’ કન્ટ્રોલ રૂમના ASI પરેશ પુરાણીએ પરિસ્થિતિની ગંભીરતાને સમજી તાત્કાલિક સ્લીપ બનાવીને અઠવાલાઇન્સ પોલીસની PCR વાનને જાણ કરી દેવામાં આવી હતી.
પોલીસ માત્ર 6 મિનિટમાં ઘરે પહોંચી :
PCR વાનના પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધનસિંહને મેસેજ મળતાની સાથે જ તેઓ તરત વાનને પ્રાઇવેટ ડ્રાઇવર આનંદની સાથે આપવામાં આવેલ સરનામે પહોંચી ગયા હતા. પુત્રીએ ફરિયાદ કરી એની ફક્ત 6 મિનિટમાં એટલે કે બરાબર રાત્રે 8.11 વાગ્યે કોન્સ્ટેબલ દિલીપસિંહ મહિલાના ઘરે પહોંચી ગયાં હતાં. મહિલાએ દરવાજો અંદરથી બંધ કરીને પુરાઈ ગઈ હતી. જો કે, રૂમની બારી ખુલ્લી હતી. એક બાજુ પોલીસ દરવાજો ખોલવા ઘણીવાર વિનંતી કરતી હતી.
દરવાજો તોડી મહિલાને બચાવી લેવામાં આવી :
બીજી બાજુ મહિલાએ ડેટોલ પી ને બેડ ઉપર ટેબલ મૂકીને દુપટ્ટા વડે ફાંસો ખાવાની તૈયારી કરી રહી હતી. દરવાજો તોડ્યા વિના કોઈ વિકલ્પ ન હતો. પોલીસ કોન્સ્ટેબલે ધડાધડ લાતો મારીને દરવાજો તોડીને અંદર ધસી ફાંસીએ લટકવા જતી મહિલાના પગ પકડીને તરત નીચે ઉતારીને તેમના ગળામાંથી ફાંસી કાઢ્યો હતો.
મહિલાએ ડેટોલ પીધું હોવાને કારણે તત્કાલ એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે ઘટનાની સંવેદનશીલતા પારખીને વીજળી ઝડપ દાખવીને મહિલાનો જીવ બચાવ્યો હતો.
ડિવોર્સી મહિલાને પિતા સાથે વિવાદ થયો હતો :
સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતી 44 વર્ષનાં મહિલા તેના માતા-પિતા સાથે રહે છે તેમજ તેના 18 વર્ષ પહેલા છુટાછેડા થયા છે. સંતાનમાં એક દીકરી અને એ દીકરી છે. શુકવારે મહિલાને પારિવારિક કારણોસર પિતા સાથે ઝઘડો થયો હતો. તેમાં માઠુ લાગતા મહિલાએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી આપઘાતનો પ્રયત્ન કર્યો હતો.
18 વર્ષની પુત્રીએ સમજણ દાખવી એટલે માતા બચી :
આ સમગ્ર ઘટનામાં આપઘાતનો પ્રયત્ન કરનાર 18 વર્ષની દીકરીએ સમજણ દાખવીને તે મહત્ત્વની વાત છે. આવેશમાં આવી ગયેલ માતા ખોટું પગલું ભરી લેશે એનો ખ્યાલ આવતા તેમણે 100 નંબર ડાયલ કરીને તત્કાલ પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરીને માતાનો જીવ બચાવી લીધો હતો.
મહિલાનો જીવ બચાવનાર પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન
હું 8 વાગ્યે ડ્યૂટી પર ગયો અને 5 મિનિટમાં કૉલ આવ્યો’ :
હું નાઇટ પાળીમાં રાત્રે 8 વાગ્યે નોકરી પર આવ્યો હતો. હું પોલીસ સ્ટેશનથી માત્ર 5 મિનિટ પહેલા નીકળ્યો હતો. માર્ગમાં કંટ્રોલરૂમમાંથી ફોન આવ્યો કે, નાનપુરામાં ટી એન્ડ ટી સ્કુલ પાસે એક મહિલા ગળેફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયત્ન કરી રહી છે.
રાત્રે 8.05 કોલ મળ્યો તથા 8.11 વાગ્યે ત્યાં પહોંચી ગયા હતા. દરવાજો ખખડાવ્યો છતાં ન ખોલતા છેવટે અમે દરવાજો તોડવાની ફરજ પડી હતી. દરવાજો તોડી મહિલાના પગ ઊંચકી લઈ તેના ગળામાંથી દુપટ્ટો કાઢી નાખવામાં આવ્યો હતો. બાકી એકાદ મિનિટ મોડું થયું હોત મહિલાનો જીવ ગયો હોત !
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle