હાલ ગુજરાત સહીત સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે, હાલના સમયમાં લોકડાઉન વચ્ચે પણ ગુના અને બળાત્કારની ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. તેવી જ એક ઘટના હાલમાં બની છે, તમે અત્યારે સુધી એવી ઘટના સાંભળી હશે કે એક કળિયુગી પુત્ર પોતાના જન્મદાતા પિતાની હત્યા કરી હોય, પરંતુ તમે કદી નહીં સાંભળ્યું હોય કે એક દીકરીએ તેના પિતાની હત્યા કરી હોય. અહિયાં એક એવી જ ઘટના સામે આવી છે. મળેલી માહિતી અનુસાર છેલ્લા કેટલાંય સમયથી કામધંધો નહીં કરતા પિતાએ પુત્રીએ પેટ્રોલ છાંટી સોનગઢમાં સળગાવી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
નહિ જેવી વાતમાં પિતા અને પુત્રી વચ્ચે રોજ ઝઘડા થતા હતા. તેમાં પિતા કોઈ કામધંધો નહીં કરતા હોવાથી પુત્રીએ પિત્તો ગુમાવી પિતા પર પંટ્રોલ છાંટી સળગાવી દીધા હતા. સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, સોનગઢ નગરના પીપળ ફળિયામાં રહેતા રાજેન્દ્ર મોતીલાલ જૈન (ઉંમર:60) ગઈ 19-05-2020ના રોજ બપોરના 12.15 વાગ્યાની આસપાસ પોતાના ઘરના પગથીયા પર બેઠા હતા. ત્યારે તેની પુત્રી તેજલ રાજેન્દ્ર જૈને ત્યાં આવીને પિતા સાથે કામ ધંધો કરવા બાબતે ઝઘડો કર્યો હતો.
તેજલ ભારે ગુસ્સામાં થઈને પોતાના પિતાને કહેતી હતી કે, તમે કામ ધંધો કરતા નથી. માટે ઘરે આવો નહીં, અહીંથી જતા રહો, તેમ છતા રાજેન્દ્ર જૈન ત્યાં જ બેસી રહેતા તેજલ ઘરમાં જઈને પેટ્રોલ ભરેલ બાટલો લઈ આવી હતી અને પોતાના પિતાના શરીર પર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી સળગાવી દીધા હતા.
આ ઘટનામાં રાજેન્દ્ર જૈન ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યાં રાજેન્દ્ર જૈને ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખાતે ખસેડાયા હતા. ત્યાં રાજેન્દ્ર જૈને પોતાની પુત્રી તેજલ જૈન વિરુદ્ધ સુરત પોલીસને ફરિયાદ આપતા આજે તા. 20ના રોજ સોનગઢ પોલીસે તેજલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ બનાવ બાદ સમગ્ર સોનગઢ પંથકમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. કારણ કે, એક પુત્રી આ હદ સુધી ક્યારેય જઈ ન શકે તેમ છતાં લોકડાઉનની સ્થિતિમાં પુત્રીએ પોતાનો પિત્તો ગુમાવી આ કરૂણ બનાવને અંજામ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news