હાલ સુરત સહિત સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. એવામાં ધંધા રોજગાર પણ ઠપ થયેલા છે.આ વચ્ચે સુરતના બોમ્બે માર્કેટ ના ટેક્સટાઇલ વેપારીએ જહાંગીરપુરા વિસ્તારમાં પોતાની કારમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી છે.
કોરોના વચ્ચે કેટલાય લોકોએ આત્મહત્યા કરી લીધી છે, તેનું એકમાત્ર કારણ છે કે કોરોનાના કારણે તેઓ બેરોજગાર બન્યા હતા અને કોઈ કામ ના મળતા દબાણમાં આવી તેઓ આ નિર્ણય લેવા મજબુર થયા છે, દેશમાં કોરોના કેસની સાથે-સાથે આત્મહત્યાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. હાલના સમયમાં કોરોનાની સાથે સાથે આર્થિક મંદીનો પણ સામનો કરી રહ્યા છે.
સુરતના આ વેપારીની ઓળખ જયેશ સરસીયા નામથી થઈ રહી છે. જયેશભાઈના માથે દેવું વધી જતા આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક ધોરણે માનવામાં આવી રહ્યું છે.
જોકે જહાંગીરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews