સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે ધીમે ધીમે હવે સમગ્ર દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. જેને લીધે દેશમાં શૈક્ષણિક શરુ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ફરીથી બધું જ પહેલાની જેમ ધીમે ધીમે શરુ થઇ ગયું છે. ત્યારે હવે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવા પર શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવતા કહ્યું છે કે, ‘કોર કમિટી અને આરોગ્ય વિભાગની મહત્વની બેઠક તેમજ શિક્ષણવિદોની સલાહ બાદ અમે આગામી સમયમાં ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવા અંગે યોગ્ય નિર્ણય કરીશું.
પહેલાં કોલેજ ત્યારબાદ ધોરણ 10થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ ગત અઠવાડીયામાં ધોરણ 6, 7 અને 8ના વર્ગો ખોલવામાં પણ સફળ રહ્યાં છીએ. ઘણા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલી રહ્યાં છે તો બીજી તરફ શિક્ષકો પણ કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ ઉત્સાહથી ભણાવી રહ્યાં છે. ત્યારે આગામી તબક્કામાં કોર કમિટીની બેઠકમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. જે અંગે આરોગ્ય અને શિક્ષણવિદોની સલાહ પણ આગામી સમયમાં લઈશું.’
મહત્વનું છે કે, રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો તો 2જી સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવેલ છે. જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરી દેવાની મંજૂરી સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ 9થી 12ના વર્ગો પણ શરૂ છે.
જોકે, શાળામાં કડક પણે કોરોનાના નિયમોનું પાલન કરવાનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શાળામાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે અંગેનો આદેશ આપવામાં આવ્યો છે તેમજ સ્કૂલો દ્વારા કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. ત્યારે હવે રાજ્ય સરકારે ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવા અંગે પણ મોટું નિવેદન આપ્યું છે.
આ સિવાય રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં તમામ શાળા-કોલેજોમાં વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. 18 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સહિતના સ્ટાફ અને તેમનાં પરિવારજનો પણ આ કેમ્પમાં રસીકરણ કરાવી શકશે. તમને જણાવી દઇએ કે, રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં આ અંગે મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.