હાલમાં થોડાં સમયથી રાજ્યમાંથી સ્ત્રીઓની સાથે થઈ રહેલાં માનસિક તથા શારીરિક અત્યાચારની સાથે જ ઘણી હત્યાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ બધી ઘટનાનાં જવાબદાર આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવતી હોય છે.
રાજયમાં આવેલ રાજકોટ શહેરનાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરમાં વધી રહેલ ગુનાઓ પર અંકુશ મેળવવાં માટે પહેલી વાર ‘ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એકટ-2015’ હેઠળ કુલ 11 વ્યક્તિઓની ટોળકીની વિરુદ્ધ ગુનો નોધવામાં આવ્યો છે.
જે ગુના મામલે કુલ 6 જેટલાં આરોપીની તો ધરપકડ પણ કરવામાં આવી છે. અહિં આપને જણાવી દઇએ, કે રાજકોટ શહેરનાં ઇતિહાસમાં આ કલમ પહેલીવાર કોઇ પર લગાવવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં આવેલ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાલમાં જ ઈમ્તિયાઝ લાલા તેમજ એનાં સાગરિતો દ્વારા ફાયરિંગ, વાહનોમાં તોડફોડ સહિત ઘણાં ગુનાઓને અંજામ આપ્યો હતો.
આ મામલે રાજકોટ શહેરનાં થોરાળા પોલીસ દ્વારા ઈમ્તિયાઝ ઉર્ફે લાલા સહિત કુલ 7 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી હતી. સમગ્ર ફાયરિંગ તથા વાહનોમાં તોડફોડની ઘટના CCTV માં કેદ પણ થઈ ગઈ હતી. ત્યારે ઈમ્તિયાઝ ઉર્ફે લાલા સહિત એની સાથે જ ઓર્ગેનાઈઝ ક્રાઇમમાં જોડાયેલાં કુલ 11 વ્યક્તિઓની વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
જે મામલે કુલ 6 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. બીજાં કુલ 2 આરોપીઓ છે જે જેલમાં છે. એમનો પણ જેલમાંથી કબ્જો મેળવીને ધરપકડ કરવામાં આવશે. તો કુલ 11 પૈકીનાં કુલ 3 વ્યક્તિની શોધખોળ પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews