હાલમાં હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રાજ્યના સુરત શહેરમાં લુંટફાટની ઘટનામાં સતત વધારો થવાં જઈ રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ શહેરના સિંગણપોર પોલીસની હદ વિસ્તારમાં આવેલ આવેલ કતારગામ વિસ્તારમાં આવેલ હાથી મંદિર નજીક લુંટનો બનાવ સામે આવ્યો હતો. કતારગામ હાથી મંદિર રોડ પર 8.50 લાખ રૂપિયાની ચીલ ઝડપે લુંટ થઈ હોવાની ઘટના સામે આવી હતી.
આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. આ ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતાં જેમાં 3 લુંટારાઓ ખુલ્લેઆમ પૈસા ભરેલું પેકેટ આંચકી જઈ ભાગતા જોવા મળ્યા હતાં. લુંટ થયાની જાણ થતાંની સાથે જ સિંગણપોર પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી દેવામાં આવી હતી.
જેને કારણે પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ આગળની તપાસ શરુ કરી દેવામાં આવી હતી. ગઈકાલે હોળી-ધૂળેટીનો તહેવાર નજીક આવ્યો છે ત્યારે પોલીસના સઘન પેટ્રોલિંગ ન થઇ રહ્યું હોવાને લઈને પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે.
હાલમાં આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. આ ચોરીને અંજામ આપનાર 3 ઈસમો પૈકી 1 ની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઈસમની ધરપકડ શહેરમાં આવેલ મોટા વરાછા વિસ્તારના લેક ગાર્ડન પાસથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ ઇસમની ઓળખ 20 વર્ષીય કિશાન ઉર્ફે કાલુ તરીકે થઈ છે.
મળી રહેલ જાણકારી પ્રમાણે, આરોપીને 10,000ની કિંમતના 1 મોબાઈલની સાથે રોકડ રકમ 37,000 તથા 60,000 ની કિંમતની બાઈકની ચાવી એમ બધું મળીને કુલ 1,07,000 નાં મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ACB એ કરેલ પૂછપરછમાં આરોપીએ જણાવતાં કહ્યું હતું કે,23 માર્ચના રોજ પોતાના મિત્ર મુન્નાભાઈ ભરવાડ તથા મહેશભાઈની સાથે મળીને શહેરમાં આવેલ કિરણ હોસ્પિટલ પાસેનાં ATM માં 20,000 રૂપિયાની રોકડ રકમ લુંન્ત્વાની યોજના બનાવી હતી.
આ યોજનામાં સફળતા મળી ન હતી.24 માર્ચના રોજ બપોરના 1 વાગ્યાના સુમારે ગાયત્રી સોસાયટીનાં ગેટ પાસેથી 3 ઈસમો અલકાપુરી બ્રીજ નજીક કિરણ હોસ્પિટલ પાસે HDFC બેંકમાં રકમ ઉપાડવા માટે આવ્યા હતાં. અચાનક જ આ ઈસમોને જોઈ જોતા રકમ ઉપાડનારે ગાડી ચાલુ કરતાં આરોપી વચ્ચે બેન્કમાંથી પૈસા ઉપાડી જનાર ઈસમ સાઈકલ લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન સાઈકલ અડફેટે લઈને અંકુર વિદ્યાલય નજીક 8,50,000 રૂપિયાની રકમથી ભરેલ બેગ અચાનક જ ખેંચી લઈ જઈને ત્યાંથી ભાગી ગયાં હતાં. આ ઘટનાને અંજામ આપનાર આરોપીએ લુંટ કરી હોવાની કબુલાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.