માત્ર 630 ગ્રામ વજન સાથે જન્મેલા શિશુને સતત બે મહિના સુધી ICU માં સારવાર આપી ડોકટરે નવજીવન આપ્યું

સુરત શહેરમાં માત્ર 630 ગ્રામ વજન સાથે જન્મેલા શિશુને બે મહિના સુધી ICU માં સારવાર આપી ડોક્ટરે નવજીવન બક્ષ્યું હતું. તમને જણાવી દઈએ કે ઓછા…

સુરત શહેરમાં માત્ર 630 ગ્રામ વજન સાથે જન્મેલા શિશુને બે મહિના સુધી ICU માં સારવાર આપી ડોક્ટરે નવજીવન બક્ષ્યું હતું. તમને જણાવી દઈએ કે ઓછા વજનના કેસમાં દર 10 બાળકમાંથી એક અથવા બે બાળક જ બચતા હોય છે, બાકીના જીવી શકતા નથી. ત્યારે સુરત શહેરમાં ડોક્ટરે આવા જ એક બાળકને નવજીવન આપ્યું હતું.

સુરતના વરાછાના દંપતીના ગર્ભસ્થ શિશુનો વજન ન વધતા પ્રસ્તુતિ કરાવ્યા બાદ સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારે ફક્ત 630 ગ્રામ જેટલા ઓછા વજન સાથે જન્મેલા શિશુને બે મહિના સુધીમાં સારવાર આપી હતી. પરિણામે બાળકનો જીવ બચી ગયો હતો. બે મહિનાની ક્રિટીકલ સારવાર બાદ હાલમાં બાળકનું વજન દોઢ કિલો થઈ ગયું છે.સારવાર બાદ બાળકના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે. દોઢ કિલોના વજન સાથે આ બાળક ખોરાક પણ લેતું થઈ ગયું છે. જેનાથી ડોક્ટરે બાળકને રજા આપી હતી.

સુરતના વરાછાના યોગીચોકમાં રહેતા વિભૂતિબેન કમલેશભાઈ પટેલ ગર્ભવતી તથા વેડ રોડની એક હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. ત્યાં માલુમ પડ્યું કે શિશુ નું વજન 630 ગ્રામે અટકી ગયું છે, અને હવે વજન વધતું નથી. સામાન્ય રીતે આવા સમયમાં જે બાળકનું વજન એક કિલોથી ઓછું હોય તેવા બાળકોની બચવાની ક્ષમતા ખૂબ ઓછી છે. ત્યારે તબીબોએ પરિવારને પીડીયાટ્રીક ઈન્ટેન્સિવિસ્ટની સલાહ લેવાનું કહ્યું.

પરિવારે અન્ય ડોક્ટરોનો સંપર્ક કરી કેસ બતાવ્યો, પરંતુ આખરે ડોક્ટર યતીન માંગુકિયાનો સંપર્ક કર્યો. તમને જણાવી દઈએ કે આવા કેસમાં દસમાંથી એક-બે બાળકો જ બચી શકે છે. જેને પગલે આ બાળકની આઈસીયુમાં સારવાર શરૂ થઈ હતી. અત્યારે આ નવજાત નળી દ્વારા ખોરાક લઇ રહ્યું છે અને ધીરે ધીરે વજનમાં પણ વધારો થઈ રહ્યો છે. ડોક્ટર માંગુકિયાએ જણાવ્યું કે, આધુનિક ટેકનોલોજી ની મદદથી આ બાળકને નવજીવન મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *