‘કાશ્મીર ફાઈલ્સ’ બાદ બનશે ગુજરાત ફાઈલ્સ? PM મોદીને જાહેરમાં ડીરેક્ટરે રોકડું પરખાવ્યું

બોલિવુડ (Bollywood) ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) ચર્ચામાં છે. આ ફિલ્મ 90ના દશકમાં કાશ્મીર વેલીમાં કાશ્મીરી પંડિતોના થયેલા પાલયનની કહાની છે. ભારતના કાશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાય અને અત્યાચાર પર બનેલી ફિલ્મ કાશ્મીર ફાઈલના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છેફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ ભારતના કાશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાય અત્યાચાર પર આખું ફિલ્મ બનાવવામાં આવ્યું છે.

હાલ આ ફિલ્મ વિવાદમાં ફસાઈ ચૂકી છે, જુદા જુદા પક્ષ અને પાર્ટીના નેતાઓ આ બાબતે ટીકા-ટિપ્પણી અને નિવેદન આપી રહ્યા છે અને દર્શકો પણ પોતાનું મંતવ્ય રજૂ કરી રહ્યા છે, નેતાઓ “જે લોકો આ ફિલ્મ નહીં જુએ તેમને બે વર્ષની જેલની સજા અને જે લોકો આ ફિલ્મની ટીકા કરશે તેમને આજીવન કારાવાસની સજા થશે” જેવા વિવાદિત નિવેદનો પણ આપી રહ્યા છે.

આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકરો આ ફિલ્મનું ખૂબ જ સમર્થન કરી રહ્યા છે, વખાણ કરી રહ્યા છે અને તેઓ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી રહ્યા હતા. જેમાં અમુક રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર પણ કરી દેવામાં આવી છે. દેશના વડાપ્રધાન મોદીએ પણ આ ફિલ્મના વખાણ કર્યા છે અને તેમણે ભારતીય જનતા પાર્ટીને મિટિંગમાં જાહેરમાં પણ કહ્યું હતું કે, દેશમાં બનેલી અનેક ઘટનાઓ પર જાણી જોઈને પડદો નાખવામાં આવ્યો છે.

ત્યારે અન્ય એક ફિલ્મસર્જક વિનોદ કાપડીએ પોતાના સોશ્યલ મીડીયાના એકાઉન્ટ પરથી બે પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, ‘ગુજરાત ફાઇલ્સ’ના નામથી તથ્યોના અને આર્ટના આધાર પર હું ફિલ્મ બનાવવા તૈયાર છું. એટલુ જ નહી, આ ફિલ્મમાં ગુજરાતના દંગોમાંની તમારી ભૂમિકાનો પણ સત્યતાથી વિસ્તાર કરીશ. શુ તમે મને આજે દેશની સામે રાખીને મને ભરોસો આપશો કે ફિલ્મની રિલીઝ નરેન્દ્ર મોદી નહીં રોકે?

જાણીતા ફિલ્મ સર્જક વિનોદ કાપડી દ્વારા ગુજરાતના દંગો પર ફિલ્મ બનાવાની વાત કરી છે. તેમણે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોશ્યલ મીડિયા પર સણસણતો પ્રશ્ર પુછ્યો છે. તેણે લખ્યું છે કે, ગુજરાત ફાઇલ્સના નામથી તથ્યોના અને આર્ટના આધાર પર ફિલ્મ બનાવવા તૈયાર છું.

ત્યારબાદ આટલેથી નહી અટકતા વિનોદ કાપડીએ પોતાની બીજી પોસ્ટમાં કહ્યું કે, મારી આ પોસ્ટ પછી ઘણા નિર્માતાઓ સાથે મારી વાતચીત થઇ છે. તેઓ ગુજરાત ફાઇલ્સનું નિર્માણ કરવા તૈયાર છે. ફક્ત અમને આશ્વાસન જોઇએ છીએ કે, જે ફ્રીડમ ઓફ એક્સપ્રેશની વાત વડાપ્રધાન કરી રહ્યા છે, તેવો ભરોસો આ ફિલ્મ માટે પણ આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *