લુણાવાડા(ગુજરાત): સંતરામપુર તાલુકામાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી હતી. સંતરામપુર તાલુકાના ગામડી ગામે ગીતાબેનના લગ્ન એસ ટી વિભાગમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા પ્રફુલભાઈ સાથે થયા હતા. ગીતાબેનને સંતાનમાં બે છોકરીઓ હોવાથી તેનો પતિ વારંવાર તેમને તારે છોકરો નથી તેમ જણાવીને ઝઘડો કરતો હતો અને સાથે સાથે માનસિક ત્રાસ પણ આપતો હતો.
એટલું જ નહીં, બીજી પત્ની ઘરમાં લાવવાનું પણ કહેતો હતો. મળતી માહિતી મુજબ, ગીતાબેને પતિના ત્રાસથી કંટાળીને પોતાની એક દીકરીને ઘર આંગણે પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખી હતી. ત્યારબાદ પોતે પણ ઘરના વચલા રૂમમાં પંખા સાથે લટકીને આપઘાત કર્યો હતો.
પતિના ત્રાસથી કંટાળીને નાની દીકરી અને ગીતાબેન આપઘાત કરવા માટે મજબૂર થયા હતા. ગીતાબેનના પિયર પક્ષમાંથી જીતેન્દ્રભાઈ અર્જુન ભાઈ બારીયાએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુધ ફરિયાદ નોંધાવી હતી. સંતરામપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.