અભણ કરતાં શિક્ષિતો હવે ગુનાખોરીના રવાડે ચડયાં છે જે સમાજ માટે મૂંઝવણનો સવાલ બની રહ્યો છે.નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના એક રિપોર્ટ મુજબ, ગુજરાતની જેલોમાં અભણ કરતાં શિક્ષિત,ડીગ્રીધારી કેદીઓની સંખ્યા વધુ છે.રાજ્યની જેલોમાં ખૂન અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલાં આરોપીઓની સંખ્યા વધારે છે. અત્યારે રાજ્યની સેન્ટ્રલ-સબ જેલમાં તો એવી સ્થિતી છેકે, કેપેસિટી કરતાં વધુ કેદીઓ છે.
અભણ હોય તે ગુનાખોરીમાં પ્રવૃતિમય હોય તે સ્વભાવિક છે.પણ હવે એવુ રહ્યું નથી. ભણેલાઓ પણ ગુનાખોરી તરફ વળ્યાં છે તો ઘણાં સંજોગોના શિકાર પણ બન્યાં છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના અહેવાલે સમાજ સામે લાલબત્તી ધરી દીધી છે કેમ કે,અંગૂઠા છાપ કરતાં માત્ર શિક્ષિતો જ નહીં, એન્જિનિયરની ડીગ્રી ધરાવતાં યુવાનો પણ જેલ કાપી રહ્યાં છે.
ગુજરાતની વિવિધ જેલોમાં કુલ મળીને 3217 શિક્ષિત કેદીઓ છે. જયારે અભણ કેદીઓની સંખ્યા 1082 છે.ધો.10થી ઓછુ ભણેલાં હોય તેવા કેદીઓની સંખ્યા 2159 છે. જયારે ધો.10થી વધુ અને ગ્રેજ્યુએશનથી ઓછુ ભણ્યાં હોય તેવા કુલ 685 કેદીઓ છે. 254 ગ્રેજયુએટ કેદી હાલની તારીખે જેલ કાપી રહ્યાં છે. 20 કેદીઓ તો એવા છે જેમની પાસે ટેકનિકલ ડીગ્રી,ડિપ્લામા ડીગ્રી ધરાવે છે. આ જેલોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા 99 આરોપીઓ છે.
ગુજરાતની જેલોમાં અત્યારે કેદીઓને શિક્ષણ મળે તે માટે ઓપન યુનિવસિટી સાથે વિવિધ અભ્યાસ ક્રમો પણ ચલાવવામાં આવી રહ્યાં છે જેના કારણે ઘણાં કેદીઓએ જેલમાં રહીને ડીગ્રી મેળવી હોય તેવા પણ કિસ્સા છે. દર વર્ષે નિયમિતપણે આ યુનિવર્સિટીની પરિક્ષાઓ યોજવામાં આવે છે અને કેદીઓ પરીક્ષામાં ભાગ લે છે.સૌથી વધુ આરોપીઓ ખૂન અને અપહરણના ગુનામાં જેલ ભોગવી રહ્યાં છે.1808 કેદીઓ ખૂનના ગુનામાં,378 ખૂનની કોશિશ,359 કેદીઓ બળાત્કારના ગુનામાં જેલમાં છે. 75 આરોપીઓ અપહરણના ગુનામાં જેલ ભોગવી રહ્યાં છે. અત્યારે તો આ રિપોર્ટે સુશિક્ષિત સમાજને ચોંકાવી દીધો છે. સાથે સાથે સમાજચિંતકો અને શિક્ષણવિદો ને પણ વિચારમાં મૂકી દીધા છે.
સૌથી વધારે યુવાવયના કેદીઓ જેલ માં છે.
રાજ્યની 28 જેલોમાં કુલ મળીને 1842 આરોપીઓ એવા છેકે જેમની ઉંમર માત્ર 18થી માંડીને 30 વર્ષની છે. આખી જિંદગી જેલમાં પસાર કરી ઘણાં કેદીઓએ આયખુ બગાડયુ છે. ગુજરાતની જેલોમાં યુવા આરોપીની સંખ્યા સવિશેષ જોવા મળી રહી છે જે સરકાર અને સમાજ માટે એક ચિંતાનો વિષય છે.આ ઉપરાંત 30થી 50 વર્ષની વય ધરાવતાં 1836 કેદીઓ જેલ કાપી રહ્યાં છે. જયારે 865 કેદીઓ એવા છે જેમની ઉંમર 50 વર્ષથી વધુની છે.આમ,ગુજરાતની જેલોમાં 42.8 ટકા આરોપીઓ યુવા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.