ખાદ્યપદાર્થોમાં ભેળસેળની વાત તો સાંભળી હતી પણ ગુજરાતમાં તો પીવા લાયક પાણી પણ મળતું નથી. ઉનાળાની ઋતુ આવી ગઈ છે. ગયા વર્ષે ઉનાળામાં ઉત્તર ગુજરાતના લોકો પીવાના પાણી માટે તરસતા હતા. છેલ્લા 2 વર્ષમાં પાણીની ચકાસણી દરમિયાન 55 હજારથી પણ વધારે નમુના ફેલ થયા છે. એટલે કે જે નમુનામાં લીધેલું પાણી ફેલ થયું છે તે હવે પીવા લાયક નથી.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પુછેલા સવાલમાં પાણી પુરવઠા મંત્રીએ પીવાના પાણીના બિન પ્રમાણિત નમુના અંગે વિસ્તૃત વિગતો આપી હતી. રાજયમાં પીવાના પાણીના લેવામાં આવેલા નમુનાઓ પૈકી બે વર્ષમાં 55272 નમુનાઓ બિનપ્રમાણિત એટલે કે ફેલ થયા છે. આનો અર્થ એ થાય છે કે, હવે આવા પ્રકારનો પાણી પીવા લાયક નથી. દાહોદ જિલ્લાના 11777 પીવાના પાણીના નમુના ફેલ થયા છે. તો છોટાઉદ્દેપુરમાં 5260, બનાસકાંઠામાં 4767, વડોદરામાં 3602,અને નર્મદામાં 3522 નમુના ફેલ થયા છે. તો રાજયના પાટનગર, ગાંધીનગરમાં પણ 241 પીવાના પાણીના નમુના ફેલ થયા છે.
અત્રે નોંધનીય છે કે, સરકાર પ્રજાને નર્મદાના પાણી તથા શુદ્ધ પીવાનું પાણી પુરું પાડતી હોવાના દાવા કરવામાં આવે છે પરતું આ દાવાઓ માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે. તે કાગળ પણ આ પ્રદુષિત પાણીમાં પલળી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે સરકારના દાવાની પોલ ખુદ સરકારના આ આંકડાઓ જ ખોલી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં સરકારે ખુદ આ આંકાડાઓ સામે રાખ્યા છે. છેલ્લા બે વર્ષમાં પીવાના પાણીના 55272 નમુનાઓ ફેલ થયા છે.
રાજયમાં પ્રદુષિત પાણી પીવાથી પ્રજા પાણીજન્ય વિવિધ રોગોથી પીડાઈ રહી છે. ત્યારે રાજયના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ પોતાની ચેમ્બરમાં બેસીને પાણીના મીનરલ બોટલો ગટગટાવે છે, પરતું ગાંધીનગરમાં જ પીવાના પાણીના 241 જેટલા નમુનાઓ ફેલ થયા છે. એટલે કે ગાંધીનગરની પ્રજા પણ પ્રદુષિત પાણી પીવા માટે મજબુર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.