સુરત(ગુજરાત): સુરતના અલથાણ-ભટાર વિસ્તારમાં નિર્માણાધિન સિટી બસ ડેપોનો સ્લેબ ટેકા પ્લેટ સાથે તૂટી પડતા કામ કરી રહેલા 2 શ્રમિકો દબાઈ જતા તેમને ઈજા પહોંચી હતી. તેથી કામ કરતાં અન્ય શ્રમિકોએ તરત દબાલેયા શ્રમિકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતાં. પાલિકાના અધિકારીઓને સમગ્ર ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.
સુરત મહાનગર પાલિકા દ્વારા અલથાણ-ભટાર વિસ્તારમાં ટીપી નંબર 28ના ફાઈનલ પ્લોટ નંબર 157 પર સિટી બસ સ્ટોપ/ ટર્મિનલ અને વર્ક શોપ બનાવવાનું કામ શરુ છે. સમગ્ર કોન્ટ્રાક્ટ એ.એલ. પટેલ દ્વારા રાખવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ચાલતા બાંધકામમાં આજે સ્લેબ ભરવાના ટેકા પ્લેટ સહિતનો સામાન પડતાં 2 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.
ટેકા પ્લેટ સાથેનો સ્લેબ સાંજના સમયે તૂટી પડ્યો હતો તે વખતે 2 શ્રમિકો દટાઈ ગયાં હતાં. જેથી તરત સ્થાનિકો અને શ્રમિકોએ તેમનો બચાવ કર્યો હતું. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી ન હતી. પરંતુ મળતી માહિતી અનુસાર, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા અને દુર્ઘટનાની જાણ પાલિકાના અધિકારીઓને થતા તેઓ તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.
વોર્ડ નંબર 29 ના કોર્પોરેટર અને TP કમિટીના ચેરમેનએ જણાવ્યું હતું કે, મને આવી ઘટના બની હોવાની જાણ થઈ છે. એક અધિકારી ઘટના સ્થળે હતાં. તેઓ ઇજાગ્રસ્ત બન્ને શ્રમિકોને પોતાની ગાડીમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.