ભારતની અંડર -19 ટીમ (India Under-19) અને રણજી ટ્રોફીના ભૂતપૂર્વ ખેલાડી એમ. સુરેશ કુમાર (M Suresh Kumar) નું અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેણે આત્મહત્યા (Suicide) કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ, શુક્રવારે સાંજે સાત વાગ્યે તેનો મૃતદેહ તેના બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના પુત્રએ તેના મોત અંગે પોલીસને જાણ કરી હતી. 2005 માં, તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તે ભારતની અંડર 19 ટીમમાં પણ ભાગ હતો.
હત્યા કે આત્મહત્યા?
અલ્લાપુઝામાં રહેતો સુરેશ કુમાર આ દિવસોમાં રેલ્વેમાં નોકરી કરતો હતો. પોલીસે કહ્યું, ‘તેના પુત્રએ અમને સાંજે 7.15 વાગ્યે જાણ કરી કે, તેના પિતાની લાશ ઘરમાં લટકતી હતી. પ્રારંભિક તપાસથી લાગે છે કે, આ આત્મહત્યા છે, પરંતુ હાલમાં અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ
ડાબા હાથના સ્પિનર સુરેશ કુમારે 72 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા, તેણે 196 વિકેટ ઝડપી હતી, જ્યારે તેણે 1657 રન બનાવ્યા હતા. તેણે કેરળ માટે 52 મેચ રમી હતી, જ્યારે રેલ્વે તરફથી પણ તેણે 17 મેચ રમી હતી. આ સિવાય તે દુલિપ ટ્રોફીમાં સેન્ટ્રલ અને સાઉથ ઝોન તરફથી પણ રમ્યા હતા. વર્ષ 1990 માં તેને અન્ડર -19 ટેસ્ટ ટીમમાં પણ સ્થાન મળ્યું.
સરેશ કુમાર વર્ષ 1990-91માં અંડર -19 ટીમનો ભાગ હતા. તમને જણાવી દઈએ કે, તે દિવસોમાં રાહુલ દ્રવિડ ટીમનો કેપ્ટન હતો. સુરેશે અન્ડર 19 ટીમની મેચ ન્યુઝીલેન્ડ સામે રમી હતી. તે દિવસોમાં ન્યુઝીલેન્ડની ટીમમાં સ્ટીફન ફ્લેમિંગ અને ડીયોન નેશ જેવા મોટા સ્ટાર ખેલાડીઓ હતા. સુરેશ કુમારના અવસાનથી કેરળની રમતગમતની દુનિયા શોક વ્યક્ત કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle