કોરોનાને કારણે અંદાજે છેલ્લા 6 મહિનાથી બંધ રહેલ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આજથી ફરી એકવખત પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખુલતા કેવડિયા પ્રવાસન સ્થળ ફરી પ્રવાસીઓની અવરજવરથી ધબકતું બન્યું છે તથા કોવિડ-19ના નિયમોના પાલનની સાથે કુલ 90% પ્રોજેક્ટો ખુલ્લા મુકવામાં આવ્યાં છે.
કેટલાંક સમયથી પ્રવાસીઓ જે પ્રવાસન સ્થળ ખુલવાની રાહ જોઈ રહ્યાં હતાં એ પ્રવાસન ધામ જોવા પ્રથમ દિવસે જ કુલ 426 જેટલા પ્રવાસીઓએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે. જો કે, સવારમાં 10 વાગ્યાંથી લઈને 12 વાગ્યાં સુધીના પહેલાં સ્લોટમાં કુલ 17 લોકોએ સ્ટેચ્યુમાં પ્રવેશ મેળવ્યો હતો.
કેવડિયા કોલોનીનાં પ્રોજેક્ટ ખુલ્લા મુકવામાં આવ્યાં:
કેવડિયા કોલોનીમાં 1 ઓક્ટોબરથી બંધ પડેલ જંગલ સફારી ટ્રાયલ બેઝ પર ફરી ચાલુ કરી દેવામાં આવ્યા પછી 10 ઓક્ટોબરે ટ્રાયલ બેઝ પર ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એક્તા મોલ પ્રવાસીઓની માટે ફરી ખુલ્લાં મુકાયા પ્રવાસીઓનો સારો એવો પ્રતિસાદ મળ્યો તથા કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ પ્રોજેક્ટો ખુલ્લા મુકવામાં આવ્યાં છે.
15 ઓક્ટોબરે રિવર રાફટિંગ, એકતા નર્સરી, કેક્ટ્સ ગાર્ડન, બટરફ્લાઈ ગાર્ડન, વિશ્વ વન ખુલ્લા મુકાયા પછી આજથી એટલે કે, 17 ઓક્ટોબરથી એટલે કે નવરાત્રીના પ્રથમ દિવસથી પ્રવાસીઓ માટે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આની માટે પ્રવાસીઓની સલામતિની પૂરતી કાળજી લેવા કોવિડ-19 ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની બધી સુવિધા સુનિશ્ચિત કરી દેવામાં આવ્યુ છે.
કુલ 5 સ્લોટમાં પ્રવાસીઓને પ્રવેશ:
આજે સવારથી કુલ 5 સ્લોટમાં પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. પહેલા કુલ 8-10ના સ્લોટમાં કુલ 500 પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવતી હતી. જો કે, કુલ 27 જેટલા પ્રવાસીઓ પહેલાં સ્લોટમાં જોવા માટે ગયા હતા. આમ, સંપૂર્ણ દિવસ દરમિયાન કુલ 426 જેટલા પ્રવાસીઓએ ટિકિટ બુકિંગ કરાવી છે.
ટિકિટ સ્કેનિંગથી લઈને વોકે લેટર તથા બધી જગ્યાએ ફિઝિકલ ડિસ્ટન્સ રહે એવા માર્ક કરી દેવામાં આવ્યા છે તથા માઈક પર પણ એનાઉન્સ થતું રહેશે. હવે પ્રવાસીઓએ પોતાની જાતે ખાસ કાળજી રાખવાની છે. પ્રવાસીઓને કેવડીયા ખાતે ટિકિટ બારીમાંથી રૂબરૂમાં ટિકિટ આપવામાં આવશે નહીં.
પ્રવેશ કરતાં સમયે થર્મલ સ્ક્રિનીંગ તથા સેનિટાઈઝેશન કરીને એન્ટ્રી આપવામાં આવશે. કુલ 5 સ્લોટ સવારે 8થી 10, 10થી 12, 12થી 2, 2થી 4 અને 4થી 6 રાખવામાં આવ્યા છે. દરેક સ્લોટમાં કુલ 500 પ્રવાસીને પ્રવેશ આપવામાં આવશે. એન્ટ્રી ટિકિટ કુલ 400( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી વ્યુઇંગ ગેલેરી કુલ 100 પ્રવાસી સમગ્ર દિવસમાં, કુલ 2,000 એન્ટ્રી ટિકિટ( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી અને 500 વ્યુઇંગ ગેલેરી પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.
પ્રવાસીઓએ વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું:
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના મુલાકાતી પ્રવાસીઓએ કુલ 45 માળની ઉંચાઇએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની વ્યુઇંગ ગેલેરીમાંથી પ્રતિમાના હ્રદય સ્થાનેથી નર્મદા ડેમનો નજારો માણવાની સાથે વિધ્યાંચળ તથા સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર પટેલના જીવનને વર્ણવી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ મુલાકાતીઓએ નિહાળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle