કોરોના વાયરસના વધુ પડતા સંક્રમણને કારણે ભારતની સ્થિતિ હાલ ખુબ ગંભીર કહી શકાય. કોરોનાની મહામારીને કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડને ફક્ત આઇપીએલની 14મી સિઝન ટાળવી પડી હતી. જયારે હવે એક મોટું નુકસાન વેઠવવાનો વારો પણ આવી શકે છે. મળતી માહિતી અનુસાર આગામી મહિનાઓમાં યોજાનારો ક્રિકેટના આઇસીસી ટી20 વર્લ્ડકપનુ સંપૂર્ણ આયોજન પણ ભારતના હાથમાં જઇ શકે છે. જયારે હવે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 1લી જૂને ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા વર્લ્ડકપની યજમાનીનો ફેંસલો કરશે.
બીસીસીઆઇ પણ આ યજમાની પોતાના હાથમાં નથી આવવા દેવા માંગતું. બીસીસીઆઇ દ્વારા 29 મેએ આઇસીસીની મીટિંગ પહેલા સ્પેશ્યલ સામાન્ય મીટિંગ પણ બોલાવવામાં આવી છે. બીસીસીઆઇ દ્વારા 1 લી જૂને થનારી મીટિંગમાં પોતાનુ સ્ટેન્ડ રાખવા માટે મહત્વની ચર્ચા થઇ શકે છે.
વાસ્તવમાં, આઇપીએલ મોકૂફ થવાને લીધે જ ભારતમા રમાનારા ટી20 વર્લ્ડકપના આયોજન પર અનેક સવાલો ઉભા થયા છે. ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા વર્લ્ડકપમાં 16 જેટલી ટીમો ભાગ લેવાની છે. જોવા જઈએ તો આ સમયગાળા દરમિયાન ભારત દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો પણ ખતરો દેખાઈ રહ્યો છે. જેને લીધે પરિસ્થિતિને કાબુમાં લેવી મુશ્કેલ બની શકે છે.
યૂએઇમાં રમાઇ શકે છે વર્લ્ડકપ:
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આઇસીસી ટી20 વર્લ્ડકપનુ આયોજન ભારતની જગ્યાએ યૂએઇમાં કરાવી શકે છે. જયારે યૂએઇમાં ગત વર્ષે કોરોના વાયરસના કહેર વચ્ચે પણ આઇપીએલની 13મી સિઝનનુ શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ પરથી કહી શકાય કે ટી20 વર્લ્ડકપનુ આયોજન યૂએઇમાં થઇ શકે છે. કારણ કે યૂએઇની દાવેદારી ખુબ મજબૂત છે.
મહત્વનું છે કે ગત વર્ષે કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને કારણે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપનુ આયોજન થઇ શક્યુ નહોતું. ત્યારે આ વખતે આઇસીસી કોઇ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતું. જયારે આગામી વર્ષે રમાનાર ટી20 વર્લ્ડકપની યજમાનીનો અધિકાર ઓસ્ટ્રેલિયાની પાસે છે. મહત્વનું એ છે કે સમગ્ર વિશ્વમાં છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસની મહામારીએ આંતક મચાવ્યો છે. જેને લીધે સમગ્ર દુનિયાનું મોટાભાગનું રમત જગત સ્થગિત થઇ ગયું છે. ક્રિકેટની મોટી લીગ અને બીજી અન્ય કેટલીય ટૂર્નામેન્ટ્સ પણ સતત મોકૂફ થઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.