સુરતમાં 100 વર્ષ જૂના મામાદેવના મંદિરમાંથી થઇ મૂર્તિની ચોરી

છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. રાત્રી કરફ્યુનો લાભ લઈને કેટલાંક તસ્કરો ધાડ પાડતાં હોય છે ત્યારે આવી જ એક ઘટના રાજ્યના સુરતમાંથી સામે આવી છે. અઠવાલાઇન્સ ખાતે ઉમરા આદર્શ નગર સોસાયટી નજીક 100 વર્ષ જૂના મામા દેવના મંદિરમાંથી મૂર્તિ ચોરી થઇ હતી.

મામા દેવના મંદિરમાંથી મૂર્તિ ચોરી થતાં મંદિરના ટ્રસ્ટી અશોકભાઈએ મૂર્તિનો ફોટો અને પોતાનો ફોન નંબર સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. 30 વર્ષય માનસિક બીમાર યુવક મૂર્તિ ઘરે લઈ ગયો હોવાનું સામે આવી રહ્યું છે. યુવકની માતાએ સોશિયલ મીડિયા પર મૂર્તિનો ફોટો જોતા તેમને તરત ખ્યાલ આવી ગયો કે, રાત્રે તેમનો પુત્ર જે મૂર્તિ લઈ આવ્યો હતો તે મંદિરમાંથી ચોરી થઈ છે.

માતાએ સોશિયલ મીડિયા અપાયેલા નંબર પર ફોન કરી મૂર્તિ મારો પુત્ર લાવ્યો છે તેની ભૂલ થઈ ગઈ છે. એવું કહી ઘરનું એડ્રેસ આપ્યું હતું. મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ ઉમરા પોલીસના સાથે યુવકના ઘરે જઈ મૂર્તિ લઈ આવી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. મૂર્તિની ચોરી કરનાર 30 વર્ષીય યુવક ઘોડદોડ રોડ પર રહેતા ડિસ્પોઝેબલ ડિશના વેપારીનો પુત્ર છે. મૂર્તિ ચોરનારે ઉમરા પોલીસને ભવિષ્યમાં આવું ન કરવાની બાયધરી આપતા મંદિરના ટ્રસ્ટીએ ફરિયાદ આપી ન હતી.

ગત શુક્રવારે મોડી રાત્રે યુવકને માતા-પિતા સાથે ઝઘડો થયો હતો અને ત્યાર બાદ યુવક મોપેડ પર નીકળી મામાદેવના મંદિરમાંથી મૂર્તિ લઈ ઘરે આવ્યો હતો. ઘરે જઈને પુત્રે કહ્યું કે, તમે ભલે મારી સાથે વાત ન કરો,પણ મારા મામાદેવ ભગવાન મારી સાથે રહેશે. મૂર્તિ લાવતા માતાએ ઝઘડો પણ કર્યો હતો. બાદમાં તે સુવા જતા તેના મિત્રોને મૂર્તિ મંદિરમાં મુકવા મોકલ્યા હતા. શનિવારે વહેલી સવારે પુત્ર પાછો મૂર્તિ મંદિરમાંથી લાવીને એપાર્ટમેન્ટમાં ગાર્ડનમાં મુકી દીધી હતી. પુત્ર માનસિક બિમારીથી પિડાતો હોવાની વાત પરિવારે પોલીસ સમક્ષ કરી છે.

ભગવાન ભૂતમામાના મંદિરમાંથી મૂર્તિ ચોરાતા ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ હતી. મૂર્તિની ચોરી અંગે વાત ફેલાતા મંદિર બહાર ભક્તોના ટોળા ભેગા થયા હતા. મંદિરના ટ્રસ્ટી અશોકભાઈએ જણાવ્યું કે, મારા કાકા સવારે મંદિરની સાફ-સફાઇ કરવા ગયા તો મંદિરમાં મૂર્તિ ન હતી. જેથી ઘરે આવીને મને વાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *