અંકલેશ્વર(ગુજરાત): આજકાલ હત્યાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન અંકલેશ્વર તાલુકાના અમરત પુરા ગામની સીમમાં આજે પ્લાસ્ટીકની બેગમાં કાપેલા હાથ અને પગ મળી આવ્યા હતા. ધડ માથા વગરના મૃતદેહ અંગે સ્થાનિક રહીશો દ્વારા અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાંથી એક ધડ માથા વગરનો મૃતદેહ મળી આવતા હોબાળો મચી જવા પામ્યો છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મૃતદેહ કોઈ રિક્ષા ચાલક પ્લાસ્ટીકની બેગમાં નાખી ગયો હોવાનું પ્રત્યક્ષ દર્શીએ જોયું હોવાની જાણકારી મળી રહી છે.
પ્રત્યક્ષ દર્શીના જણાવ્યા મુજબ, કોઈ એક રિક્ષા ચાલક આ પ્લાસ્ટીકની બેગ અહી ફેંકી ગયો હતો. જેમાંથી આ મૃતદેહ નીકળ્યો હતો. જાણવા મળ્યું છે કે, કોઈ ઇસમો દ્વારા ક્રુરતા પૂર્વક આ અજાણ્યા વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી અને તેના અંગો કાપીને ફેંકી દેવાયા હતા. હાલ તો પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવવામાં આવ્યો છે અને પ્રત્યક્ષ દર્શિની પુછતાછ કરી આ અંગો અહી કોણ ફેંકી ગયું હતું તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અમૃતપુરા ગામ પાસેના નાળામાં જે માનવ અવશેષો મળ્યા છે તેમાં હાથ અને પગ ભાગ મળ્યો છે. તેનું ધડ અને માથું મળ્યું નથી જેથી હજુ તેની ઓળખ થઇ નથી. હાલમાં, તેના ધડ અને માથાની શોધખોળ ચાલી રહી છે. આ અંગે ફરિયાદના આધારે રીક્ષા ચાલક તેમજ અંદર બેસેલી મહિલાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ફરિયાદીએ જણાવ્યું કે, હું અને રાહુલ અમે રેતી ભરવા જતા હતા ત્યારે નાળા પાસે રિક્ષા ઉભી હતી. આગળ વધતા રિક્ષામાંથી બે બેગ રોડ સાઈડ પર નાખતાં હોવાનું મેં રિયર મિરરમાં જોયું હતું. આ દરમિયાન મેં ગાડી ઉભી રાખી દીધી હતી અને નીચે ઉતરતા રિક્ષા યુ ટર્ન મારી ત્યાંથી જતી રહી હતી. મેં ગામના ભુરાભાઇને જાણ કરતા તેઓ પણ આવી પહોચ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. રીક્ષામાં ડ્રાઇવર ઉપરાંત 2 મહિલાઓ હોવાનું તેણે જણાવ્યું હતું.
પોલીસે ઘટના સ્થળે દોડી આવી નાળાની બાજુમાં આવેલી ઝાડીઓમાં તપાસ કરતાં પહેલાં એક બેગ મળી હતી. જેમાં માનવ શરીરના ટુકડા મળ્યાં બાદ ટીમે આસપાસના વિસ્તારમાં પણ શોધતાં રોડની બીજી તરફ પણ અન્ય એક બેગ મળી હતી. તેમાં પણ શરીરના ભાગ મળી આવતાં હત્યારાઓએ તેના શરીરના અલગ અલગ ટુકડાં કરી અલગ અલગ બેગમાં ભરી ફેંક્યાં હોવાનું જણાયું હતું.
જાણવા મળ્યું છે કે, સવારના 11 વાગ્યાના અરસામાં રાહૂલ વસાવાએ રિક્ષામાં આવેલી બે મહિલાઓ સહિત ત્રણ જણાને માનવ શરીરના ટુકડાં ભરેલી બેગો ફેંકતાં જોયાં હતાં. જેના પગલે પોલીસ દ્વારા તે રોડ પર આવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેથી રિક્ષાનો નંબર પણ મળે તો તેના આધારે આરોપીઓ સુધી પહોચી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.