કહેવાય છે કે, પ્રેમ (Love) કરવાની કોઈ ઉમર હોતી નથી. આવા ઘણા કિસ્સાઓ બોલીવૂડ (Bollywood) માં જોવા મળે છે. પરંતુ હાલમાં આવો એક કિસ્સો ગુજરાત રાજ્યમાં આવેલા અમદાવાદ શહેર માંથી સામે આવ્યો છે. કોલકાતાની મૂળ રહેવાસી માતાને સંતાનોમાં એક 18 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો છે. આ માતા પોતાની ઉંમરથી 12 વર્ષ નાના પ્રેમીને મળવા માટે અમદાવાદ આવી પહોંચી હતી. જયારે પ્રેમીએ મહિલાને લગ્ન કરવાની ના પડી ત્યારે મહિલાએ મરી જવાની ધમકી આપી હતી.
તેથી એક જાગૃત નાગરિકે મહિલા હેલ્પલાઇન અભિયમમાં ફોન કર્યો હતો અને મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે બોયફ્રેન્ડને બોલાવ્યો હતો અને લગ્ન કરવા માટે જણાવ્યું હતું ત્યારે તેણે કહ્યું કે, તેની અન્ય યુવતી સાથે સગાઈ નક્કી થઈ ગઈ છે અને તે મહિલા સાથે લગ્ન કરવા માંગતો નથી. ત્યારે બીજી તરફ મહિલા કોઈપણ સંજોગોમાં સમજવા માટે તૈયાર જ ન હતી.
મહિલાની દીકરી ઘરેથી ફોન કરતી હતી પરંતુ મહિલા પરત જવા તૈયાર ન હતી અને પ્રેમી સાથે જ લગ્ન કરવાની સાથે રહેવાની જીદ પકડીને બેથી હતી. એક જાગૃત નાગરિકનો કોલ અમદાવાદ મહિલા હેલ્પલાઇનમાં આવ્યો હતો કે, એક મહિલા પોતાના બોયફ્રેન્ડને મળવા માટે કોલકાતા થી અમદાવાદ આવી ગઈ છે અને હવે મહિલા તેના બોયફ્રેન્ડને મરવાની ધમકી આપી રહી છે. તેથી શાહીબાગ લોકેશનની 181ની ટીમ તાત્કાલિક ત્યાં આવી પહોચી હતી.
ત્યાર બાદ 181ની ટીમે મહિલા સાથે પૂછ-પરછ કરતા જણાવ્યું કે, પોતે મૂળ કોલકાતાની રહેવાસી છે અને 37 વર્ષની છે. તેને પરિવારમાં પતિ એક દીકરો અને એક દીકરી છે. તેમના ગામનો જ રહેવાસી એક 25 વર્ષના યુવક સાથે તેમને પ્રેમસંબંધ બંધાય ગયો હતો. વધુ વાત કરતા મહિલાએ જણાવ્યું કે, બંને વચ્ચે છેલ્લાં પાંચ વર્ષથી પ્રેમસંબંધ છે. આ પાંચ વર્ષમાં બંને વચ્ચે અનેક વાર શારીરિક સંબંધો પણ બંધાયા છે.
મહિલાએ 181ની ટીમે સાથે વધુ વાત કરતા કહ્યું કે, પ્રેમી સાથે શારીરિક સંબંધો બાંધવાના કારણે હું એક વાર ગર્ભવતી પણ થઇ હતી અને ત્યારે આ વાત યુવકને કહી ત્યારે તેણે ગર્ભપાતની દવા પણ લઈ લીધી હતી. ત્યારે મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા ત્યારે પ્રેમીએ મને લગ્નના વાયદા કર્યા હતા. તેમને કહ્યું હતું કે, હવે હું કોઈ બીજી છોકરી સાથે સગાઈ કરવા જઈ રહ્યો છુ અને તેથી હું કોલકાતાથી પતિ અને બંને સંતાનોને છોડી બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે અમદાવાદ આવી છુ.
ત્યારબાદ મહિલા હેલ્પલાઇનની ટીમએ તેમના બોયફ્રેન્ડને બોલાવયો હતો. જયારે તેની સાથે વાત કરવા અવી ત્યારે બોયફ્રેન્ડને મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેથી મહિલાએ મરી જવાનું કહ્યું હતું. ત્યારે બીજી તરફ 18 વર્ષની દીકરી કોલકાતાથી ફોન કરતી હતી, તેમનો આઠ વર્ષનો દીકરો માતા વગર રહેતો ન હતો અને રડતો હતો. પણ મહિલા ઘરે જવા માટે ત્યાર ન હતી. છેવટે મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા તેઓને નજીકના પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા હતા અને કાયદાકીય કાર્યવાહી અંગેની માહિતી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.