ભરૂચના કોવિડ સ્મશાનમાં રોજેરોજ અનેક મૃતદેહો આવે છે. પરંતુ જ્યારથી કોવિડ સ્મશાન શરૂ કરાયુ ત્યારથી આજ દિન સુધીમાં સૌથી નાની વયનો મૃતદેહ આજે આવ્યો હતો. એક 18 વર્ષીય યુવતીનું મૃત્યુ થતાં તેના મૃતદેહને અગ્નિદાહ આપવામાંઆવ્યો હતો.
હાલમાં કોરોનાના કારણે દિન પ્રતિદિન મૃત્યુ આંક ખૂબ ઊંચો જઇ રહ્યો છે. ભરુચ ખાતે કોવિડ સ્મશાનમાં સતત ચિતાઓ સતત સળગી રહી છે. આ દરમિયાન આજે કોવિડ સ્મશાનમાં આવેલ એક મૃતદેહના કારણે ખુદ સ્માશનના સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા. આજે કોવિડ સ્મશાનમાં માત્ર 18 વર્ષની યુવતીના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, અંકલેશ્વરના માંડવા ગામ ખાતે તળાવ ફળીયામાં રહેતી 18 વર્ષીય યુવતી પારસ રણછોડભાઈ વસાવા કોરોનાના સંક્રમણમાં આવી હતી. જેને સારવાર માટે 2 મેના રોજ ભરુચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર માટે ખસેડાઇ તેના બીજા જ દિવસે તેને અંતિમ શ્વાસ લીધો હતો. આજે તેને ભરૂચના કોવિડ સ્મશાન ખાતે કોવિડ પ્રોટોકોલ સાથે અગ્નિદાહ આપવામાં આવ્યો છે. આ ઉપરથી એ સાબિત થાય છે કે, નવો સ્ટ્રેન નાની ઉંમરના લોકોને પણ બાનમાં લઈ રહ્યો છે.
કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 1 વર્ષથી કોવિડ સ્મશાનમાં સેવા આપીએ છીએ. પરંતુ આજે આ સૌથી નાની વયનો કોવિડ પોઝિટિવ મૃતદેહ આવ્યો છે. જે જોઇને અમારા હ્રદય પણ કંપી ઉઠ્યા છે. કોરોનમાં અગાઉ મોટી ઉંમરના લોકોના મૃત્યુ વધુ થતાં હતા. પરંતુ હવે આ નવો સ્ટ્રેન નાની ઉંમરના લોકોને પણ બાનમાં લઈ રહ્યો છે. આ દરમિયાન યુવતીના પિતા રણછોડભાઈ યુવાન દીકરીના મોતથી હતપ્રભ થઈ ગયા હતા અને કાંઈ બોલી શક્યા ન હતા. તેઓએ માત્ર એટલું કહ્યું હતું કે, ભગવાન સૌને આ બીમારીથી બચાવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.