જો તમને દિવસે સુવાની છે આદત તો આ લેખ તમારા માટે છે, વિજ્ઞાન પણ જણાવે છે, દિવસે સુવાથી નુકશાન થાય છે. એક સ્વસ્થ માણસ માટે ઊંઘ ખુબ જ જરૂરી છે. મેડીકલ સાયન્સ એવું માને છે કે, રાતે ઓછામાં ઓછું 6 થી 8 કલાક જરૂર સુવું જોઈએ. એનાંથી સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ થતી નથી તેમજ દિવસ પણ સારો પસાર થઇ જાય છે. મેડીકલ સાયન્સ પણ એવું માને છે કે, દિવસે સુવાથી દુર રહેવું જોઈએ, કારણ કે, એમ કરવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યા થઇ શકે છે. આપણા ધર્મ ગ્રંથોમાં પણ દિવસે સુવાનું વર્જિત માનવામાં આવ્યું છે.
दिवास्वापं च वर्जयेत्।
આજ રોજ આ લેખનાં માધ્યમ દ્વારા આપણે એની પાછળનું કારણ શું છે? તેમજ તેનાંથી થતા નુકશાન અંગે જાણીશું.
દિવસે સુવાથી થતા નુકશાન :
જોવામાં આવે છે કે, ઘણાનાં ઘરની સ્ત્રીઓ તેમજ 2 પાળીઓમાં કામ કરવા વાળા પુરુષ દિવસે સુવે છે. એવું કરવાથી આપણે રોગોને આમંત્રિત કરીએ છીએ.
દિવસે સુવું ફક્ત શાસ્ત્રોમાં જ પ્રતિબંધિત માનવામાં આવ્યું નથી, પણ આયુર્વેદ પણ તે વાત માટેની પુષ્ટિ કરે છે કે, દિવસે સુવાથી અનેક પ્રકારની બીમારી થવાની સંભાવના વધે છે. આયુર્વેદ અનુસાર દિવસે સુવાથી તાવ આવે છે. આ તાવ જયારે સ્થાઈ થઇ જાય છે તો કાસ રોગ થાય છે. કાસ રોગ (ખાંસી) જ આગળ જતા શ્વાસની બીમારીમાં ફેરવાઈ જાય છે.
શ્વાસનાં બીમારીનાં ફેફસા ધીરે ધીરે ખરાબ થઇ જાય છે તેમજ તે સ્થિતિ ક્ષય જેવી અસાધ્ય બીમારીમાં બદલાઈ શકે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ રાતે પુરતી ઊંઘ લઈને દિવસે કામ કરવું જ ઉત્તમ ગણવામાં આવે છે. રાત્રેની ઊંઘથી શરીરને પુરતો આરામ મળે છે, તેથી સવારનાં સમયે ઉઠીને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે, જે દિવસભરનાં કામ માટે જરૂરી હોય છે.
દિવસે ઊંઘીને આપણે કારણ વિના શરીરને આળસનું ઘર બનાવીએ છીએ. એટલે રાતે પુષ્કળ માત્રામાં પુરતી ઊંઘ લઈને દિવસે કામ કરવું જ ઉચિત ગણવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.