પોતાનો જ પેશાબ વેચીને હજારો રૂપિયા કમાય છે આ અમેરિકન છોકરી- જાણો કેવી રીતે?

અમેરિકાના ફ્લોરિડામાં રહેતી એક છોકરી પોતાનો જ પેશાબ વેચીને ઘરે બેઠા હજારો રૂપિયા કમાય છે. જ્યારે લોકોને આ વિશે જાણકારી મળી ત્યારે લોકો હેરાન થઈ ગયા કે તેના પેશાબ માં એવી કઈ ખાસ વાત છે જેના માટે લોકો ખરીદવા માટે બેચેન છે.

હકીકતમાં વાત એમ છે કે કોલેજમાં અભ્યાસ કરતી આ છોકરી બે વર્ષ પહેલા એક ઓનલાઇન એડ સર્વિસ પર પોતાના યુરીન ને વેચવાની એક એડ આપી હતી. જેમાં લખેલું હતું કે હું ત્રણ મહિનાની ગર્ભવતી છું જે કોઈપણ વ્યક્તિ મારી પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ અને યુરીન નો પોતાના કોઈ ખાસ કામ માટે ઉપયોગ કરવા ઈચ્છે છે તો હું તેમને આપી શકું છું. યુરીન એક અથવા બે ટીપું માટે હું ૨૫ ડોલર ચાર્જ કરીશ.

જાણકારી પ્રમાણે છોકરીના અજીબો-ગરીબ વિજ્ઞાપન ને કારણે સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યુ અને ત્યારબાદ તેમની પાસે યુરિન વેચાતું લેવા માટે ભીડ લાગવા લાગી.આવી રીતે યુરીન વેચીને તે દરરોજ 200 ડોલર એટલે કે 14000 રૂપિયા ઉપર કમાઈ લેતી હતી.

આપને જણાવી દઇએ કે આ બાબતનો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે ન્યુઝ ચેનલ ને આ વિશે જાણ થઈ અને તેઓ એક સ્ટીંગ ઓપરેશન દ્વારા આનો ખુલાસો કર્યો.રિપોર્ટર એક ગ્રાહક બનીને છોકરી પાસે ગયો હતો. આ દરમિયાન તેમને પૂછતા છોકરીએ જણાવ્યું હતું કે યુરિન વેચીને તે દરરોજ 14000 રૂપિયા કમાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *