પ્રેરણા પ્રસંગ: બિહારનો આ છોકરો 60 વખત થયો હતો ફેલ, પછી કેવી રીતે મળી રેલવેની નોકરી

એક-બે નહીં પરંતુ 60 પરીક્ષાઓમાં નાપાસ થનાર સુભાષ ગુપ્તાની સ્ટોરી દરેકને મોટીવેટ કરશે. હાલમાં તેઓ રેલવેમાં એક્શન કંટ્રોલર છે. તમને જણાવી દઈએ કે અહીંયા સુધી પહોંચવું સહેલું ન હતું, પરંતુ આ એક સખત મહેનત અને ધીરજનું ઉત્તમ પરિણામ છે. આવો જાણીએ તેના વિશે.

સુભાષ ગુપ્તાએ શરૂઆતમાં ઘણી પરીક્ષાઓ આપી. જેમાં બેન્કિંગ, એસએસસી, રેલ્વે સહિત ઘણી સરકારી નોકરીઓની પરીક્ષાઓ શામેલ છે, પરંતુ બિહારના મધુવનીના સુભાષને દરેક વખતે નિષ્ફળતા જ મળી.

સુભાષની મુસાફરીની શરૂઆત તેના ગામથી થાય છે. તેઓ એક સંયુક્ત પરિવારમાં રહેતા હતા. પિતાજીની નાની દુકાન હતી. પોતાના કરિયરને આગળ વધારવા માટે તેમની પાસે મૂળભૂત સુવિધાઓ પણ હતી નહીં.

સુભાષ જણાવ્યું કે મારા પિતાજીને મારા ઉપર અનહદ વિશ્વાસ હતો, પરંતુ મારી માતાની ઇચ્છા હતી કે હું પિતાજી સાથે દુકાનમાં કામ કરવાનું શરૂ કરી દઉં. મારા પિતાજી માટે એ ગર્વની વાત હતી જ્યારે મારા આખા ગામમાં મારે ફર્સ્ટ ડિવિઝન આવ્યો હતો. ત્યારબાદ મારું એડમિશન દરભંગાની સૌથી સારી કોલેજમાં કરાવવામાં આવ્યું.

મેં મારુ 12મું ધોરણ પૂરું કર્યા બાદ IIT સહિત ઘણી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે પરીક્ષાઓ આપી હતી. ત્યારબાદ મેં બિહારની નામાંકિત એન્જિનિયરિંગ કોલેજથી મારું બી.ટેક પૂરું કર્યું.

મારા પિતાજી મને કાયમ કહેતા હતા કે “તું ભણ હું તારી સાથે છું.”સુભાષએ કહ્યું કે ફક્ત આ વાતોએ મારી અંદર હિંમત વધારી. પરંતુ મારા જીવનનો એક કાળો દિવસ હતો જે દિવસે મને ખબર પડી કે મારા પિતાજી નથી રહ્યા. હું શબ્દોમાં નથી કહી શકુ તેમ કે એ સમય મારા માટે કેટલો કપરો હતો.

મારા પિતાજીના મૃત્યુ બાદ હું આર્થિક અને માનસિક બંને રીતે તકલીફમાં હતો. જેમ તેમ કરીને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો. પૈસા માટે મેં ટ્યુશન રાખવાનું શરૂ કર્યું. ત્યારે હું એક હજાર રૂપિયા માટે ચાર થી પાંચ કિલોમીટર દૂર છોકરાઓને ભણાવવા માટે જતો હતો.

2014માં એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ મને કોઈ નોકરી જ મળતી નોહતી. ત્યારબાદ મેં ચેન્નઈ જઈને ઓટોમેશન કોર્સ કર્યો. ઓટોમેશન કોર્સ પૂર્ણ કર્યા બાદ મને પાંચથી સાત હજારની નોકરી મળી. ત્યારબાદ મને મારી જાત ઉપર દયા આવવા લાગી. ત્યારબાદ હું નોકરી છોડી બિહાર આવી ગયો.

બિહારમાં મેં નોકરીની શોધ શરૂ કરી. કારણકે મને પૈસાની જરૂર હતી અને પૈસા ત્યારે જ આવશે જ્યારે નોકરી હશે. ત્યારબાદ મને એક કોચીંગ સેન્ટરમાં ગણિત ભણાવવાની નોકરી મળી ગઈ. સુભાષે જણાવ્યું કે દુકાનમાં બેઠા બેઠા મારું ગણિત સારું થઇ ગયું હતું. જેમકે માની લો કે 18 રૂપિયે કિલો ખાંડ છે તો કિલોના 126 રૂપિયા થાય. તેમજ બાળકોને ભણાવતા ભણાવતા મારું ગણિત વધારે મજબૂત થઈ.

નોકરી બળ્યા બાદ મેં નક્કી કર્યું કે હું આગળ ભણીશ. તે સમયે મેં બેન્કિંગ, રેલ્વે, એસએસસીની પરીક્ષા ને સારી રીતે સમજી લીધી. આના પહેલા મને આ પરીક્ષા વિષે કોઈ ખાસ જાણકારી હતી નહીં.

સુભાષે જણાવ્યું કે- રેલ્વે,IBPS, RRB, ક્લાર્ક RRB, SBI, SSC, LIC સહિતની તમામ પરીક્ષાઓ ના ફોર્મ ભર્યા. પરીક્ષાઓ આપી અને બધામાં નપાસ થતો રહ્યો. ત્યારબાદ મને અનુભવાયું કે હું મારા ભણતર ને એક ફ્લો નથી આપી રહ્યો.

જ્યારે હું આ બધી પરીક્ષાઓમાં ફેલ થયો ત્યારે મને લાગ્યું કે શું આના માટે હું તૈયાર હતો? ત્યારબાદ મેં દરેક પરીક્ષા ને ગંભીરતાથી લીધી. હું સતત પરીક્ષાઓ આપતો રહ્યો. એક દિવસ એવો આવ્યો કે RRB NTPC ની પરીક્ષા માં મારું સીલેક્શન થઈ ગયું. મારી આ પરીક્ષામાં મારો 139મો નંબર આવ્યો હતો. આ પરીક્ષા માટે દેશભરમાંથી 20 લાખ લોકોએ આવેદન કર્યું હતું. તેમાં મારું સિલેક્શન થવું એ કોઈ ચમત્કારથી ઓછું ન હતું.(તમામ તસ્વીરો ફેસબુક પરથી લેવામાં આવી છે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *