હાલમાં કોરોના વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે જેની ભવિષ્યવાણી સેંકડો વર્ષો પહેલા એક ભારતીય ભવિષ્યવિદે કરી નાખી હતી. આંધ્રપ્રદેશના હિન્દુ સંત વીર બ્રહ્મેન્દ્ર સ્વામીને ભારતના નોસ્ટ્રાદેમસ તરીકે ઓળખવામાં આવે છે. ઈન્ટરનેટ વપરાશકારોના એક વર્ગનો દાવો છે કે હિન્દુ સંત વીર બ્રહ્મેન્દ્ર સ્વામીએ 300 વર્ષ પહેલાં કોરોનાવાયરસ ફાટી નીકળવાની આગાહી કરી હતી. હિન્દુ સંત વીરા બ્રહ્મેન્દ્ર સ્વામી ભારતીય નોસ્ત્રાદામસ તરીકે ઓળખાય છે, અને ભવિષ્ય વિશેની તેમની આગાહીઓને ભારતમાં પ્રચલિત છે. વીરા બ્રહ્મેન્દ્ર સ્વામીએ કાલા જ્ઞાનમ પુસ્તક લખ્યું હતું જ્યાં તેમણે ઘણી આગાહીઓ વર્ણવી હતી.
સન 1610થી 1693 દરમિયાન એક મહાન સંત થઇ ગયા હતા. તેમનું નામ વીર બ્રહ્મેન્દ્ર સ્વામી હતું. હિન્દુ સંત વીર બ્રહ્મેન્દ્ર સ્વામીએ સેંકડો વર્ષો પહેલા કોરોના અંગે ભવિષ્યવાણી કરી હતી. તેમણે કાલજ્ઞાનમ્ ગ્રંથ જે તેલુગુ ભાષામાં લખાયો છે તેમાં કોરોનાને ઝેરી વાયુ ગણાવ્યો હતો. તેમણે ૨૧ મી સદીમાં એક મોટા નેતાની હત્યા થશે અને તેના કારણે વિશ્વયુદ્ધ ફાટી નીકળશે તેવું જણાવ્યું હતું. સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે, ભગવાનનું શહેર હિંસાથી ભડકશે અને બંને ભાઈઓ વચ્ચે ભયંકર લડાઈ થશે.
૧૭ મી સદીમાં આંધ્રપ્રદેશના કાલાપા જીલ્લામાં એક મહાન સંત જેનું નામ બ્રહ્મેન્દ્ર સ્વામી હતું. આ મહાન સંતે કાલજ્ઞાનમ્ નામનો ગ્રંથ લખ્યો હતો. કાલજ્ઞાનમ્ એટલે કાળનું જ્ઞાન અથવા તો ભવિષ્યનું જ્ઞાન પણ કહી શકાય. આ ગ્રંથ માં ૧૧૪ નંબરના શ્લોકમાં લખ્યું હતું કે, પૂર્વ માંથી એક જેરી ગેસનો વિશ્વભરમાં આતંક ફેલાશે. ત્યારે કરોડો લોકોઆ ગેસથી પીડાશે અને લાખો લોકોના મૃત્યુ થશે. દુનિયા આ ઝેરી વાયરસને કોરોન્કી નામથી ઓળખશે. હાલની પરીસ્થીતીનું વર્ણન પણ આજથી સેંકડો વર્ષો પહેલા થયું હતું. તેમાં જણાવ્યું હતું કે, કરોડો લોકોને આ બીમારીનો સામનો કરવો પડશે. જેમ વૃક્ષ પરથી પાન ખરી જાય છે તેવી જ રીતે લોકોના પણ મોત થશે.
Veera Brahmendra Swamy about #CoronaVirus
Please be aware and alert ?? pic.twitter.com/zXpKFWB9ww
— Manvitha (????) (@ManviDad) January 28, 2020
પૂર્વમાંથી જેરીવાયું નીકળશે એવું આંધ્રપ્રદેશમાં રહેતા એક મહાન સંતે જણાવ્યું હતું. જેનો અર્થ મોટાભાગના લોકો ચીનમાંથી ઉદ્ભવ્યો એમ કરે છે. આંધ્રપ્રદેશ પ્રદેશમાં લોકો એવું માને પણ છે કે, વર્ષો પહેલા થયેલી દરેક ભવિષ્યવાણી આવનારા સમયમાં સાચી ઠરે છે. આ ઉપરાંત તેમણે ભારતની બીજી ઘણી બધી ઘટનાઓ વિષે ભવિષ્યવાણી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વર્ષ 2020માં એટલે કે ગયા વર્ષે ૧૪ વર્ષના એક ભવિષ્યવેતાએ જણાવતા કહ્યું હતું કે, કોરોના મહામારી આ વર્ષે પૂરી થશે નહિ. શિયાળો આવતા જ કોરોનાના કેસો ઓછા થતા લોકો માનતા હતા કે, આ વર્ષ પૂરું થતા જ એટલે કે, 2020ના અંતે જ કોરોના નાબુદ થઇ જશે. અને તે વખતે અભીગ્ય નામના ભવિષ્યવેતાએ યુટ્યુબ વીડિઓ માં કહ્યું હતું કે, ડીસેમ્બર મહિનાથી ફરીથી આ કોરોના મહામારી હાહાકાર મચાવશે અને સોથી ખરાબ સમય માર્ચ-એપ્રિલમાં હશે. અભીગ્યે કોરોના વાયરસ ક્યારે પૂરો થશે તેની પણ ભવિષ્યવાણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 31 મી મે પછી કોરોના વાયરસનો ત્રાસ ઘટી જશે અને સાથે-સાથે સંક્રમણ ઘટવાની શરૂવાત પણ થઇ જશે.
21 મી સદી વિષે અભીગ્યે ભવિષ્યવાણી કરી કે કોરોના કરતા પણ વધારે ખતરનાખ કુદરતી હોનારકો ત્રાટકશે. આ બધી મુશ્કેલી માંથી માણસને તેની રોગપ્રતિકારક શક્તીજ બચાવશે. જેની રોગપ્રતિકારક શક્તી સારી હશે તે જ આ પરિસ્થિતિ માંથી બચી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.