ગઈ કાલે મહારાષ્ટ્ર માટે મોટા સમાચાર આવ્યા હતા. સમાચારએ હતા કે સમગ્ર મહારાષ્ટ્રમાં કોઈ પણ પક્ષનું શાશન નહિ અને રાષ્ટ્રપતિશાસન ચાલુ કરી દેવામાં આવ્યું છે. ખરેખર રાજનીતિનો નિયમ છે કે ગમે ત્યારે ગમે તે થઇ શકે છે, કોઈ નથી જાણતું કે રાજનીતિમાં આગળ જતા શું થવાનું છે. આવું જ કઈક મહારાષ્ટ્ર માં થયું છે. કોઈ પણ પક્ષ કે પાર્ટીને શાશન ના મળતા રાષ્ટ્રપતિશાસન લાગ્યું છે.
મહારાષ્ટ્રમાં આખરે રાષ્ટ્રપતિશાસન લાદી દેવામાં આવ્યું છે. આ શક્યતા લાંબા સમયથી હતી પણ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ જે રીતે ઉતાવળે રાષ્ટ્રપતિશાસન લાદવાની ભલામણ કરી તેનાથી સૌ આશ્ચર્યમાં છે. રાજ્યપાલે એનસીપીને રાત્રે સાડા આઠ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો પણ તે મુદત પતે એ પહેલાં બપોરે જ ભલામણ કરી દીધી.
આ ઉતાવળનું કારણ મોદીની બ્રાઝિલ યાત્રા ગણવામાં આવી રહ્યું છે. મોદી ચાર દિવસની બ્રાઝિલની યાત્રાએ બપોરે જવાના હતા. એ નિકળી જાય પછી રાજ્યપાલ ભલામણ કરે તો પણ મોદી આવે પછી જ નિર્ણય લેવાય. એવું થાય તો એનસીપી, કોંગ્રેસ, શિવસેનાને સોદાબાજી માટે ચાર દિવસ મળી જાય. મોદી એવું નહોતા ઈચ્છતા તેથી તાત્કાલિક રાષ્ટ્રપતિશાસન લાદવાની પ્રક્રિયા કરી દેવાઈ.
મોદી સરકારે આ રીતે રાજ્યપાલ પર દબાણ લાવીને ધાર્યું કરાવ્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસ વર્તતી એ રીતે જ ભાજપ વર્ત્યો છે. કોંગ્રેસ પર બંધારણની કલમ 356 નો વારંવાર દુરુપયોગ કરવાનો આરોપ મૂકાય છે. ભાજપે પણ હવે એ જ પાપ કર્યું છે એવું રાજકીય નિષ્ણાતો માને છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.