કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એટલે બદ્રીનાથ ધામ. ચારધામમાંથી એક એવું બદ્રીનાથ અહીં ઉગતા એક છોડ માટે વિશ્વપ્રસિદ્ધ થયું છે. આ છોડ વિશે સંશોધન કરી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. આ છોડ વિશે જાણવા વૈજ્ઞાનિકોએ રિસર્ચ પણ કરી છે જેમાં ચોંકાવનારા પરીણામ આવ્યા છે. આ છોડ છે તુલસીનો, વૈજ્ઞાનિકોએ રીસર્ચ કરી હતી કે ગ્લોબલ વોર્મિંગ અને જલવાયુ પરિવર્તનના બદ્રીનાથના તુલસી પર શું અસર થાય છે. તેમાં વૈજ્ઞાનિકોને ચોંકાવનારા પરીણામ જોવા મળ્યા છે.
આ રીસર્ચ બાદ જાણવા મળ્યું છે કે હજારો વર્ષો પહેલા હિમાલયના બરફથી આચ્છાદિત ઠંડા વાતાવરણમાં રહેતી તુલસી વધારે પ્રમાણમાં કાર્બન લેતી હતી અને તાપમાન વધવાથી તે બલવતી થઈ જતી હશે. ચારધામના દર્શન કરવા જતા ભક્તો અહીંથી પ્રસાદ તરીકે તુલસી લઈ જાય છે. અહીના લોકો તુલસીના છોડને નુકસાન પહોંચાડતા નથી. શ્રદ્ધાળુઓ પણ તેને પ્રસાદ તરીકે જ તોડે છે. આ તુલસીને બદરી તુલસી કહેવાય છે. આ ખાસ પ્રકારના તુલસી બદ્રીનાથ ધામમાં જ જોવા મળે છે. પુરાણોમાં તુલસીના ઔષધીય ગુણના પણ વખાણ કરવામાં આવ્યા છે. અહીં લોકો તુલસીની ચા પણ પીવે છે. પરંતુ જલવાયુ પરિવર્તનના કારણે અહીંની તુલસીમાં અન્ય ગુણ પણ ઉત્પન્ન થયા છે.
વાતાવરણમાં થતા ફેરફારનો પ્રભાવ છોડ પર કેવો પડે છે તે જાણવા વૈજ્ઞાનિકોએ બદરી તુલસી પર ખાસ પરીક્ષણ કર્યુ હતું. આ પરીક્ષણમાં જાણવા મળ્યું કે આ તુલસીમાં જલવાયુ પરીવર્તનને સહન કરવાની અદ્ભૂત ક્ષમતા છે. આ પરીક્ષણ વન અનુસંધાન સંસ્થાનના ઈકોલોજી વિભાગમાં થયું હતું. પરીક્ષણમાં જાણવા મળ્યું તે સામાન્ય તુલસી અને અન્ય છોડ કરતાં અહીંની તુલસીમાં કાર્બનને અવશોષિત કરવાની ક્ષમતા 12 ગણી વધારે છે. તાપમાન જ્યારે વધારે હોય છે ત્યારે આ પ્રમાણ 22 ટકાએ પહોંચી જાય છે અને તે છોડ 5થી 6 ફૂટ લાંબો થઈ જાય છે. આ છોડ છત્રી જેવો આકાર બનાવે છે જેથી તે વધારે કાર્બન ખેંચી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ તુલસી ચામડીના રોગ, ડાયાબિટીસ, ઘા, ખરતા વાળ, માથાનો દુખાવો, તાવ, કફ, ઉધરસ જેવી બીમારીઓમાં રાહત આપે છે. બદરી તુલસીમાં વાતાવરણમાં થતા પરીવર્તન સહન કરવાની અદ્ભુત ક્ષમતા છે અને રીસર્ચમાં સાબિત થયું છે કે તે વધારે કાર્બન ગ્રહણ કરી શકે છે અને તાપમાન વધે ત્યારે તેની ક્ષમતા પણ વધી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.