કોરોનાને કારણે શહેરની સ્થિતિ એવી કથળી છે કે, દરરોજ 2800 દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર પડી રહી છે. જોકે તંત્ર દ્વારા સરેરાશ 25થી 30 ઇન્જેક્શન ઓછા આપવામાં આવે છે. ઓક્સિજનની વાત કરીએ તો દરરોજ 230 ટનની જરૂરિયાત સામે 200 ટન જ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.
બેડના અભાવને કારણે દર્દીઓ કેમ્પસ બહાર જ વલખાં મારી રહ્યા છે. ત્યારે તંત્રે પૂર્વ તૈયારીના ભાગરૂપે જહાંગીરપુરાના કુરુક્ષેત્ર સ્મશાનગૃહમાં 40 ટ્રકમાં 650 ટન લાકડાં લાવી ખડકી દીધાં છે. આ ઉપરાંત સ્મશાનમાં મોટી સંખ્યામાં આવતા મૃતદેહના અગ્નિસંસ્કારને પહોંચી વળવા વધુ 8 ભઠ્ઠી તૈયાર કરવામાં આવી રહી છે.
જાણવા મળ્યું છે કે, 13 એપ્રિલે કોરોનાથી 19નાં મૃત્યુ થયાં હતાં, ત્યારબાદ મૃતાંક 25થી ઉપર જ રહ્યો છે. છેલ્લાં ચાર દિવસની વાત કરીએ તો સરકારી ચોપડે 111 લોકોનાં કોરોનાથી મોત થયાં છે. શહેરમાં 1958 અને જિલ્લામાં 518 કેસ આવતાં પહેલી વખત કુલ 2476 કેસો નોંધાયા છે. મંગળવારે વધુ 27 દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે 813 દર્દીને રજા આપવામાં આવી હતી. હાલ એક્ટિવ કેસની સંખ્યા પણ 18,173 પર પહોંચી છે.
આ ઉપરાંત વધુમાં જાણવા મળ્યું છે કે, સિટીલાઈટના ચંદનપાર્કમાં રહેતા અને ટેક્સટાઈલનો બિઝનેસ કરતા વિકાસભાઈ ઘીવાલા નવી સિવિલમાં 7 દિવસની સારવારના અંતે કોરોનામુક્ત થયા છે. ડાયાબિટીસ પીડિત વિકાસભાઈએ કોમોર્બિડ સ્થિતિમાં કોરોનાને માત આપી છે. તેમને 40થી 45 ટકા કોરોનાનું લંગ ઈન્વોલ્વમેન્ટ હતું. ત્યારબાદ સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે, રેમડેસિવિરનાં ઈન્જેક્શનની સાથે પ્લાઝમાનો એક ડોઝ પણ આપવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના 25 વર્ષીય યુવા પીડિયાટ્રિશ્યન ડો.ભીડે 13 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવી ફરીવાર ફરજ પર હાજર થયા છે. વેક્સિનના બંને ડોઝ લીધા હોવાથી તેમને સઘન સારવાર લેવાની જરૂર પડી ન હતી અને આઈસોલેશનમાં રહી જરૂરી સારવાર મેળવ્યા બાદ હાલ સ્વસ્થ થઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.