વહેલી સવારે સુરતમાં BRTS બસે લીધો માસુમનો ભોગ, ૯ વર્ષીય દીકરાએ ગુમાવી માતાની છત્રછાયા

સુરત (ગુજરાત): રાજ્યના  સુરત (Surat) શહેર (City) માંથી અવારનવાર માર્ગ અકસ્માત (Accident) ની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ શહેરના પાંડેસરા ડી-માર્ટ (D-Mart in Pandesra area) પાસે BRTS રૂટમાં બસે રાહદારી મહિલાને અડફેટે લેતા કરુણ મોત (Dead) થયું હતું.

મૃતક રેખાબેન ઈન્સ્યોરન્સની ખાનગી ઓફિસમાં કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલ બાદમાં એમ્બ્યુલન્સની મદદથી વેન્ટિલેટર પર સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા કે, જ્યાં ટ્રોમાં સેન્ટરની બહાર રેખાબેન માટે ઓક્સિજનવાળું સ્ટ્રેચર ન મળતા 5-7 મિનિટ સુધી  એમ્બ્યુલન્સની EMTએ CPR આપીને રેખાબેનને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

નકરીએ જવા નીકળેલ મહિલાને અકસ્માત નડ્યો:
રામ ધીરજ શિવ સરણ શુકલા (મૃતક રેખાબેનના સસરા) જણાવે છે કે, તેઓ મૂળ યુપીના રહેવાસી છે તેમજ સુરતમાં સતત 15 વર્ષથી રહે છે. વિવેકના લગ્ન 11 વર્ષ પહેલાં રેખા નામની યુવતી સાથે થયા હતા. આની સાથે જ તેમને એક 9 વર્ષનો દીકરો છે. રેખા ઘર પાસેના એક ઈન્સ્યોરન્સની ઓફિસમાં કામ કરતી હતી.

સવારમાં નોકરી પર જવા માટે નીકળેલ રેખાને BRTS રૂટમાં બસે અડફેટે લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે પાસેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી આગળની સારવાર અર્થે રેખાને 108ની મદદથી વેન્ટિલેટર પર સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી  હતી.

સિવિલ હોસ્પિટલમાં મહિલાને મૃત જાહેર કરાઈ:
રેખાને સિવિલ લવાયા પછી 108નો પાયલોટ ટ્રોમા સેન્ટરમાં ઓક્સિજનવાળું સ્ટ્રેચર લેવા માટે ગયો હતો. ત્યાં સુધી એટલે કે, 5-7 મિનિટ સુધી રેખાને એમ્બ્યુલન્સની EMTએ CPR આપીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. સ્ટ્રેચર ન મળતા પાયલોટ દોડીને બહાર આવ્યો હતો બાદમાં રેખાને 108ના સ્ટ્રેચર પર જ વેન્ટિલેટર વિના ટ્રોમાના ICUમાં લઇ જવામાં આવી હતી.

પરિવારમાં છવાયો શોકનો માહોલ:
ઓક્સિજનવાળા સ્ટ્રેચરને શોધવામાં સમય નીકળી જતા સ્ટ્રેચર પણ ન મળ્યું ને રેખાને પણ ન બચાવી શક્યા હતા, આ બાબતે વતન જઇ રહેલ માતા-પિતા તેમજ પતિને જાણ કરતા તેઓ અધવચ્ચેથી જ સરત પાછા ફરી રહ્યા છે. દીકરી રેખાની પાસે જ રહેતા માતા-પિતા એક દિવસ અગાઉ જ વતન શિફ્ટ થવા માટે ઘરનો સામાન લઈને નીકળ્યા હતા. વિવેક છૂટક કામ કાજ સાથે સંકળાયેલ હોવાથી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

સિવિલમાં ઓક્સિજનવાળું સ્ટ્રેચર શોધવામાં વિલંબ થયો:
ટ્રોમા સેન્ટરની પરિચારિકાઓ ઉઘતી ઝડપાય હોવાનું જણાવી શકાય છે. સિસ્ટરો કહેતી હતી કે, ઇન્ચાર્જ સિસ્ટર સમય પહેલા જ નીકળી ગયા હતા. ઓક્સિજન બોટલ હતા પરંતુ ગેજ મીટર ન હતા. આ બાબતે RMO ડો. કેતન નાયકને જાણ કરવામ આવતા તેઓ સચિન હોવા છતાં સુરતની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પહોંચી ગયા હતા. સમગ્ર ઘટનાની રૂપરેખા જાણી તપાસ કરવામાં આવશે તથા યોગ્ય પગલાં ભરવા રિપોર્ટ કરાશે એવી ખાતરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *