Girgadhada, Gujarat: ગુજરાત રાજ્યમાં દારૂબંધી ફક્ત નામ માટે જ હોय એવું લાગી રહ્યું છે. રાજ્યમાં બુટલેગરોગ બેફામ બની ગયા છે. દિવસેને દિવસે દારૂની હેરાફેરીમાં સતત વધારો થઇ રહ્યો હોઈ તેવું લાગી રહ્યું છે. બુટલેગરોને પોલીસ કે કોઈ કાયદા કાનુનનો ડર જ ના રહ્યો હોય તેમ ખુલે આમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. આવામાં એક વધુ ચોકવનારો કિસ્સો ગીર ગઢડા માંથી સામે આવ્યો છે.
ગીર ગઢડામાં બુટલેગરોએ દારૂ છુપાડવા માટે સ્પેશિયલ એક ચોરખાનું બનાવ્યું છે. આ ચોરખાનું જમીનની અંદર બનાવામાં આવ્યું છે. જમીનની અંદર જ્યાં કોઈને ભાળ પણ ન થાય એવી જ્ગીયાએ બુટલેગરોએ ચોરખાનું બનાવ્યું છે. પોલીસને બેડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૂની હેરફેરની માહિતી પ્રાપ્ત થઈ હતી. પોલીસને બાતમી મળી હતી કે અહીંથી સંતાડેલા વિદેશી દારૂની હેરાફેરી થવાની છે.
પોલીસને માહિતી મળતા જ તરત એલસીબીએ દરોડો પાડી દીધા હતા અને 15 લાખના વિદેશી દારૂ-બીયરનો જથ્થો અને સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. કુખ્યાત બુટલેગરે બેડીયા ગામની સીમમાં મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઉતારીને હેરાફેરી કરવાની ફિરાકમાં હતો. દરોડોમાં પોલીસને 324 પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળ્યો હતો તેની કિંમત આશરે રૂ.15 લાખ હશે. સાથે સાથે પોલીસે આ દરોડોમાં સામતેર ગામના બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
મળેલી માહિતી અનુસાર દારૂનો જથ્થો દમણના એક શખ્સે મોકલેલો હતો. પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જથ્થો અમરેલીના સાવરકુંડલાના શખ્સને આપવાનો હોતો. બુટલેગરે ચતુરાઈપૂર્વક પોતાની જ વાડીમાં નવા મકાનની બાજુમાં 6 બાય 4ની સાઈઝના ચોરખાનામાં દારૂનો જથ્થો પોલીસની નજરથી છુપાવા માટે મુક્યો હતો. પોલીસે બંને બુટલેગરો અને દારૂનો જથ્થો મોકલનાર સાથે સાથે મંગાવનાર મળી કુલ ચાર શખ્સોની સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
ગઈ કાલે રાત્રે પોલીસે વિદેશી દારૂની હેરફેરના રેકેટનો પર્દાફાશ કર્યો હતો બુટલેગર દીપુ જાદવ આ દારૂની હેરાફેરી કરવાની ફિરાકમાં હતો તેને દારૂ પોતાની જમીનમાં ચોરખાનામાં છુપાવ્યો હતો. દીપુએ મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હતો. આ વાતની જાણ પોલસને થતા તરતજ દીપુની વાડીએ દરોડો પાડ્યો હતો. પોલીસે ચાર ટલેગરો સામે ગુનો નોધીને ફ્તીયાદ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.